DELHI: ખેડૂત આંદોલનનો 70મો દિવસ, હરિયાણામાં આજે મહાપંચાયત, ખેડૂત નેતા રાકેશ ટિકૈત આપશે હાજરી

|

Feb 03, 2021 | 10:42 AM

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 70મો દિવસ છે, ત્યારે દિલ્લી પોલીસની અભેદ સુરક્ષા વચ્ચે ખેડૂત આંદોલન યથાવત્ છે. ગાઝીપુર બોર્ડર પર નેશનલ હાઇવે નંબર 24 પર વાહનવ્યવહાર બંધ છે.

DELHI: ખેડૂત આંદોલનનો 70મો દિવસ, હરિયાણામાં આજે મહાપંચાયત, ખેડૂત નેતા રાકેશ ટિકૈત આપશે હાજરી
File Photo

Follow us on

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 70મો દિવસ છે, ત્યારે દિલ્લી પોલીસની અભેદ સુરક્ષા વચ્ચે ખેડૂત આંદોલન યથાવત્ છે. ગાઝીપુર બોર્ડર પર નેશનલ હાઇવે નંબર 24 પર વાહનવ્યવહાર બંધ છે. દિલ્લીથી ગાઝીયાબાદ તરફ જતા સર્વિસ રોડ પર 16 લેન બેરિકેડિંગ ગોઠવી દેવામાં આવ્યું છે.

આંદોલનને લઇને આજનો દિવસ ઘણો હલચલવાળો રહેશે. આજે હરિયાણામાં મહાપંચાયત મળશે, જેમાં આંદોલનની આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. આ મહાપંચાયતમાં ભારતીય કિસાન યૂનિયનના રાકેશ ટિકૈત પણ ભાગ લેશે. આ તરફ 26મી જાન્યુઆરીએ થયેલી હિંસાને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. ચીફ ઓફ જસ્ટિસની બેન્ચ દિલ્લી હિંસાની તપાસને લઇને દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી કરશે. સંસદમાં પણ ખેડૂતોના મુદ્દે ધમાસાણ થવાના એંધાણ છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને ઓક્ટોબર મહિના સુધી અલ્ટીમેટમ આપ્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, અમે સરકારને ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે, જો તેઓ અમારી વાત નહીં સાંભળે તો 40 લાખ ટ્રેક્ટર્સ થકી સમગ્ર દેશમાં ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે. મહત્વનું છે કે, 6 ફેબ્રુઆરીએ ખેડૂતો ચક્કાજામ કરશે.

Next Article