DELHI : સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 10માં તબક્કાની વાતચીત થશે, ટ્રેક્ટર રેલી મુદ્દે સુપ્રિમમાં સુનાવણી

|

Jan 20, 2021 | 11:43 AM

DELHI : ખેડૂતોના વિરોધ-પ્રદર્શન વચ્ચે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાતચીત થશે. તો સુપ્રીમ કોર્ટમાં ટ્રેક્ટર રેલી કાઢવા અંગે પણ સુનાવણી થશે.

DELHI : ખેડૂતોના વિરોધ-પ્રદર્શન વચ્ચે આજે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 10માં તબક્કાની વાતચીત થશે. તો આ તરફ સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોએ 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવા માટે માગેલી મંજૂરી અંગે પણ સુનાવણી થશે. બેઠક પહેલા કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, સરકાર ઝડપથી જ આ મુદ્દાને ઉકેલી લેવા માગે છે, તેથી આશા છે કે ખેડૂતો કૃષિ કાયદાઓ રદ કરવા સિવાય અન્ય વિકલ્પો પર ચર્ચા કરશે. સરકારે કહ્યું કે, આ આંદોલનમાં અન્ય વિચારધારાના લોકો ઘૂસી ગયા છે. જેના કારણે અડચણો દૂર કરવામાં મોડું થઇ રહ્યું છે. મહત્વનું છે કે, સરકાર કૃષિ કાયદાઓ રદ કરવા નથી માગતી અને ખેડૂતો કૃષિ કાયદાઓ રદ કરવાની માગણી પર અડગ છે.

 

Next Video