ચીન સાથે તણાવ વચ્ચે સંરક્ષણ પ્રધાન Rajnath Singh ત્રણ દિવસ Ladakh ના પ્રવાસે

|

Jun 27, 2021 | 10:54 PM

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) લદ્દાખ (Ladakh) ની 3 દિવસીય મુલાકાતે છે. તેમનો પ્રવાસ રવિવારે શરૂ થયો હતો. લેહમાં સેના અધિકારીઓ દ્વારા સંરક્ષણ પ્રધાનને હાલની સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ સજ્જતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ચીન સાથે તણાવ વચ્ચે સંરક્ષણ પ્રધાન Rajnath Singh ત્રણ દિવસ Ladakh ના પ્રવાસે
PHOTO : ADG PI - INDIAN ARMY

Follow us on

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) રવિવારે લદ્દાખ (Ladakh) ની ત્રણ દિવસીય મુલાકાતે લેહ પહોંચ્યા હતા.રાજનાથ સિંહની મુલાકાતનો હેતુ ચીન સાથેના લાંબા સમયથી ચાલતા સરહદ વિવાદ વચ્ચે આ ક્ષેત્રમાં ભારતની સૈન્ય સજ્જતાનું નિરીક્ષણ કરવાનો છે.

લેહમાં તેમણે 300 પૂર્વ સૈનિકો સાથે વાતચીત કરી અને ભૂતપૂર્વ સૈનિકોની સુખાકારી પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. લેહમાં સંરક્ષણ પ્રધાને લેહ, કારગિલ અને લદ્દાખ સ્વાયત પહાડી વિકાસ પરિષદના ચૂંટાયેલા વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. સંરક્ષણ પ્રધાનની સાથે આર્મી ચીફ જનરલ એમ.એમ. નરાવણે પણ હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

300 પૂર્વ સૈનિકો સાથે કરી વાતચીત
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh)એ લેહ લદ્દાખ (Ladakh) માં અશોકચક્ર વિજેતા નાયબ સુબેદાર (નિવૃત્ત) છેરીંગ મ્યુટુપ અને મહાવીરચક્ર વિજેતા કર્નલ સોનમ વાંગચુક (નિવૃત્ત) સહીત 300 પૂર્વ સૈનિકો સાથે વાતચીત કરી હતી.પોતાના સંબોધનમાં સંરક્ષણ પ્રધાને ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી અને રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા તેમના અપ્રતિમ સમર્પણની પ્રશંસા કરી.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાયકાઓથી જોવાતી રાહને સમાપ્ત કરીને વન રેન્ક વન પેન્શન યોજના શરૂ કરવાનો નિર્ણય ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ અને સંતોષ પ્રત્યેની સરકારની અવિરત પ્રતિબદ્ધતાનો દાખલો છે.તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય એ જ રીતે તમારી સંભાળ લેવાનું છે જેવું તમે બધાએ દેશની સુરક્ષાની સંભાળ લીધી છે.

સંરક્ષણપ્રધાન જમીની વાસ્તવિકતાની સમીક્ષા કરશે
લેહમાં સેના અધિકારીઓ દ્વારા સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh)ને હાલની સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ સજ્જતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સંરક્ષણપ્રધાનનો આ સંવેદનશીલ ક્ષેત્રનો પ્રવાસ એવા સમયે ગોઠવાયો છે જ્યારે બે દિવસ પહેલા ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલતા સૈન્ય અવરોધના નિરાકરણ માટે વાતચીતનો નવો રાઉન્ડ થયો હતો.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમીની વાસ્તવિકતાની સમીક્ષા માટે ઉંચાઈઓ પર સ્થિત ઘણા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લેશે અને વૈમનસ્યના વાતાવરણમાં LAC પર તૈનાત સુરક્ષાદળોનું મનોબળ વધારશે.

આ પણ વાંચો : School Reopening : ક્યારે શરૂ થશે શાળાઓ? AIIMS ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ આપ્યો જવાબ

Published On - 10:42 pm, Sun, 27 June 21

Next Article