Gujarati NewsNationalDecember 10 human rights day learn the history of human rights day india ma aa year thi amal karayo
10 ડિસેમ્બર માનવાધિકાર દિવસઃ જાણો માનવાધિકાર દિવસનો ઈતિહાસ, ભારતમાં આ વર્ષથી શરૂ કરાયો અમલ
માનવાધિકાર દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1948માં કરી હતી. 1948માં સાર્વભૌમિક માનવાધિકારની ઘોષણાનો સ્વીકાર કર્યો હતો. અને 1950થી મહાસભાએ તમામ દેશોને અમલ કરવાના મુદ્દા સાથે આમંત્રણ આપ્યું હતું. 10 ડિસેમ્બરને સંયુક્ત રાષ્ટ્રએ માનવાધિકારોની રક્ષા અને તેના સંરક્ષણનો દિવસ માન્યો હતો. પરંતુ ભારતમાં માનવાધિકાર કાનૂનનો અમલ કરવામાં લાંબો સમય લાગી ગયો હતો. ભારતે 26 સપ્ટેમ્બર 1993માં […]
માનવાધિકાર દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1948માં કરી હતી. 1948માં સાર્વભૌમિક માનવાધિકારની ઘોષણાનો સ્વીકાર કર્યો હતો. અને 1950થી મહાસભાએ તમામ દેશોને અમલ કરવાના મુદ્દા સાથે આમંત્રણ આપ્યું હતું. 10 ડિસેમ્બરને સંયુક્ત રાષ્ટ્રએ માનવાધિકારોની રક્ષા અને તેના સંરક્ષણનો દિવસ માન્યો હતો. પરંતુ ભારતમાં માનવાધિકાર કાનૂનનો અમલ કરવામાં લાંબો સમય લાગી ગયો હતો. ભારતે 26 સપ્ટેમ્બર 1993માં માનવ અધિકારના કાનૂનનો અમલ શરૂ કર્યો હતો.
તમામ લોકો હક અને સ્વમાનના મામલે સ્વતંત્ર અને એક સમાન છે. મતલબ તમામ મનુષ્યને ગૌરવ અને અધિકારના મામલે જન્મથી સ્વતંત્રતા અને સમાનતા પ્રાપ્ત છે. આ સાથે તમામ વ્યક્તિએ ભાઈચારાની ભાવના સાથે વર્તન કરવું જોઈએ.
તમામ વ્યક્તિને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તમામ પ્રકારના અધિકાર અને સ્વતંત્રતા આપવામાં આવી છે. જાતિ, રંગ, ધર્મ, ભાષા રાજનીતિક કે અન્ય વિચાર, સંપત્તિ, જન્મ જેવી બાબત પર કોઈ ભેદભાવ કરી શકે નહીં.
પ્રત્યેક વ્યક્તિને જીવન, આઝાદી અને સુરક્ષાનો અધિકાર છે.
ગુલામી કે દાસત્વથી આઝાદીનો અધિકાર, મતલબ કોઈ વ્યક્તિને ગુલામ રાખી શકાય નહીં. ગુલામી પ્રથા અને મનુષ્યનો વ્યાપાર તમામ રીતે પ્રતિબંધિત છે.
કોઈપણ વ્યક્તિને શારીરિક પીડા આપી શકાય નહીં. અને ન કોઈના માટે અમાનવીય-અપમાનજનક વર્તન કરી શકાય નહીં.
કાનૂન સામે સમાનતાનો અધિકાર, મતલબ કોઈપણ વયક્તિ દરેક જગ્યાએ કાનૂનની નજરમાં વ્યક્તિ તરીકે સ્વીકૃતિ પ્રાપ્ત છે.
કાનૂનની નજરમાં તમામ વ્યક્તિ સમાન છે. અને કોઈપણ ભેદભાવ વગર સુરક્ષાના અધિકારી છે.
પોતાના બચાવમાં કોર્ટના દરવાજા ખખડાવી શકે છે. બંધારણ અને કાનૂન દ્વારા પ્રાપ્ત સામાન્ય અધિકારોનો ઉપયોગ કરીને કોર્ટ પાસેથી સહાયતા મેળવી શકે છે.
મનમાની દ્વારા ધરપકડ, કેદથી આઝાદીનો અધિકાર, મતલબ મનમાની દ્વારા કોઈપણ વ્યક્તિની ધરપકડ, નજરબંધ કરી શકાય નહીં.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો