કોરોના વાઈરસને લઈને રાહતના સમાચાર, દેશમાં રિકવરી રેટ 62 ટકાને પાર

|

Jul 09, 2020 | 1:10 PM

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે જો કે કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે દેશની વસ્તીના જોવા જઈએ તો કોરોના વાઈરસના નિયંત્રણમાં છે. ગુરુવારના રોજ કોરોના વાઈરસના અપડેટને લઈને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલય અને આઈસીએમઆર દ્વારા એક સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના વિશેષ કાર્ય અધિકારી રાજેશ ભૂષણે માહિતી […]

કોરોના વાઈરસને લઈને રાહતના સમાચાર, દેશમાં રિકવરી રેટ 62 ટકાને પાર
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે જો કે કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે દેશની વસ્તીના જોવા જઈએ તો કોરોના વાઈરસના નિયંત્રણમાં છે. ગુરુવારના રોજ કોરોના વાઈરસના અપડેટને લઈને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલય અને આઈસીએમઆર દ્વારા એક સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના વિશેષ કાર્ય અધિકારી રાજેશ ભૂષણે માહિતી આપી કે જો તમે 10 લાખની વસ્તીએ કોરોના વાઈરસના કેસની સંખ્યા જુઓ તો ભારતમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : સિપ્લાએ ભારતમાં કોરોના વાઈરસની સૌથી સસ્તી દવા કરી લોન્ચ, જાણો કેટલી છે કિંમત?

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ માહિતી આપી કે દેશમાં 10 લાખની વસ્તીએ કોરોના વાઈરસના 538 કેસ નોંધાયા છે. કેટલાંક દેશોમાં પ્રતિ દસ લાખની વસ્તીએ ભારતની સાપેક્ષમાં 16થી 17 ગણાં કેસ નોંધાયા છે. ભારતમાં પ્રતિ 10 લાખની વસ્તીએ કોરોના વાઈરસના લીધે 15 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણાં દેશમાં આ મોતની સંખ્યાની ભારતની સાપેક્ષમાં 10 ગણી છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીએ માહિતી આપી કે કોરોના વાઈરસથી સ્વસ્થ થવાના દરમાં પણ વધારો થયો છે. દેશમાં કોરોના રિકવરી રેટ 62 ટકા કરતાં પણ વધી ગયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આઈસીએમઆરના(ICMR) વરિષ્ઠ વૈજ્ઞાનિક નિવેદિતા ગુપ્તાએ કહ્યું કે દેશમાં કોરોના વાઈરસના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ભારતમાં એવરેજ પ્રતિદિવસ 2.6 લાખ લોકોના કોરોના ટેસ્ટ(Corona Test) કરવામાં આવી રહ્યાં છે. આ સિવાય તેઓએ ઉમેર્યું કે એન્ટિજન ટેસ્ટિંગના ઉપયોગથી આ સંખ્યામાં વધારો થઈ શકે છે.

ભારતમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7,71,866 થઈ ગઈ છે. જ્યારે કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 2,72,872 છે. ભારતમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 4,77,720 લોકોને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે અત્યારસુધીમાં દેશમાં 21,174 લોકોના મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોતની સંખ્યા 9,448 નોંધાય છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article