Odisha Train Accident: ‘બેદરકારીએ થયા મોત, મુસાફરોના જીવ મુક્યા જોખમમાં’, બાલાસોર ટ્રેન અકસ્માતમાં નોંધાઈ FIR

|

Jun 05, 2023 | 4:17 PM

રેલવેને શંકા છે કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે ચેડાં કરવામાં આવ્યા હોઈ શકે છે. આ દરમિયાન, સૌથી વધુ પ્રશ્નો કોઈ વસ્તુને લઈને ઉભા થઈ રહ્યા છે, તો તે 'કવચ' છે, જે રેલ્વે મંત્રીના જણાવ્યા અનુસાર, કોઈપણ ટ્રેન અકસ્માતને અટકાવી શકે છે. ત્યારે હવે આ મામલે FIR નોંધવામાં આવી છે.

Odisha Train Accident: બેદરકારીએ થયા મોત, મુસાફરોના જીવ મુક્યા જોખમમાં, બાલાસોર ટ્રેન અકસ્માતમાં નોંધાઈ FIR
Balasore train accident

Follow us on

પોલીસે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં એફઆઈઆર નોંધી છે. બેદરકારીથી મોત થયા અને મુસાફરોના જીવને જોખમમાં મુકવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 275 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. એફઆઈઆરમાં કોઈ આરોપીનું નામ નથી. પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન આરોપીઓને ઓળખવામાં આવશે અને તે મુજબ તેમના નામ સામેલ કરવામાં આવશે. રેલવે બોર્ડે ટ્રેન દુર્ઘટનાની તપાસ CBI દ્વારા કરાવવાની ભલામણ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ બાદ સીબીઆઈ આ મામલે વધુ તપાસ કરશે.

ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે ચેડાંની શંકા

રેલવેને શંકા છે કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે ચેડાં કરવામાં આવ્યા હોઈ શકે છે. આ દરમિયાન, સૌથી વધુ પ્રશ્નો કોઈ વસ્તુને લઈને ઉભા થઈ રહ્યા છે, તો તે ‘કવચ’ છે, જે રેલ્વે મંત્રીના જણાવ્યા અનુસાર, કોઈપણ ટ્રેન અકસ્માતને અટકાવી શકે છે. એવું કહેવાય છે કે આ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ ‘કવચ’ બાલાસોર રૂટ પર લગાવવામાં આવ્યુ ન હતુ. રેલવેએ એ પણ સ્પષ્ટતા કરી છે કે જો આ માર્ગ પર કવચ સિસ્ટમ પણ લગાવવામાં આવી હોત તો આ પ્રકારની ટ્રેન દુર્ઘટના અટકી શકી હોત.

CBI ટ્રેન અકસ્માતની તપાસ કરશે

મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે CBIની ટીમ આવતીકાલે એટલે કે મંગળવારે ઘટનાસ્થળે પહોંચશે. સીબીઆઈની ટીમ અહીં રેલ્વે પોલીસ પાસેથી કેસની તપાસ સંભાળશે. આ મામલાની વધુ તપાસ માટે સીબીઆઈ કમિશન ઓફ રેલવે સેફ્ટીની મદદ લેશે. આ દરમિયાન અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માત સ્થળ પર જ મીડિયાને જણાવ્યું હતું કે રેલ્વે સુરક્ષા કમિશનરે તેની તપાસ પૂર્ણ કરી છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ માટે કોણ જવાબદાર છે?

આ પ્રાથમિક તપાસના આધારે રેલવે મંત્રીએ કહ્યું કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં ખામીને કારણે આ ઘટના બની હોઈ શકે છે. ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિગ્નલિંગ સિસ્ટમ્સ મોટા ભાગના કિસ્સાઓમાં દૂરથી નિયંત્રિત થાય છે. જો કે, તેના નિયંત્રણની જવાબદારી સિગ્નલ મેન, સેક્શન કંટ્રોલ ઓફિસર્સ, સેક્શન કંટ્રોલ હેડ્સ અને રેલ્વે સ્ટેશન પરના સિનિયર માસ્ટર્સની છે. આ અકસ્માતમાં કોરોમંડલ એક્સપ્રેસની પાયલટની હાલત નાજુક છે. રેલ્વે બોર્ડે લોકો પાયલટને ટાંકીને કહ્યું કે તેમને ગ્રીન સિગ્નલ મળી ગયું હતુ અને તેથી તે ગતીએ ટ્રેન સાથે આગળ વધ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 3:52 pm, Mon, 5 June 23

Next Article