Breking News : કોવિડ દર્દીઓની સારવાર માટે અત્યંત અસરકારક દવા TOCIRAને ઇમરજન્સી ઉપયોગ માટે DCGI ની મંજૂરી

|

Sep 06, 2021 | 3:28 PM

કંપનીએ દેશમાં Tocilizumab (Tosira) ની મંજૂરી પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તે અમારી ટેકનોલોજીકલ ક્ષમતાઓ અને કોવિડ કેર સાથે સંબંધિત જટિલ તબીબી પ્રેક્ટિસ લાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Breking News : કોવિડ દર્દીઓની સારવાર માટે અત્યંત અસરકારક દવા TOCIRAને ઇમરજન્સી ઉપયોગ માટે DCGI ની મંજૂરી
tocilizumab

Follow us on

દેશમાં કોરોનાની (Corona) સંભવિત ત્રીજી લહેરના(Third Wave) ખતરાને જોતા સરકાર બચાવના પગલાં ભરી રહી છે. આ જ કારણ છે કે રસીકરણની(Vaccination) ઝડપ પણ વધારવામાં આવી છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે હવે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હેટેરોએ જાહેરાત કરી છે કે DCGI એ હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકોમાં COVID-19 ની સારવાર માટે ભારતમાં Tocilizumabને વેરિઅન્ટના ઇમરજન્સી યુઝ (EUA) ને મંજૂરી આપી છે.

મંજૂરી પછી, ડોકટરો હવે હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકોમાં કોરોનાની સારવાર માટે જેનરિક દવા ટોસીલીઝુમૈબનો ઉપયોગ કરી શકશે.

કંપનીએ નિવેદનમાં કહ્યું કે આ દવાનો ઉપયોગ એવા દર્દીઓ પર થઈ શકે છે જેઓ સિસ્ટેમેટિક કોર્ટીકોસ્ટેરોઈડ્સ, આવશ્યક પૂરક ઓક્સિજન, વેન્ટિલેટર અને એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન (ECMO) પર હોય છે. કંપનીએ દેશમાં ટોસીલીઝુમૈબ (Tosira) ની મંજૂરી પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તે અમારી ટેકનોલોજીકલ ક્ષમતાઓ અને કોવિડ કેર સાથે સંબંધિત જટિલ તબીબી પ્રેક્ટિસ લાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ન્યાયપૂર્ણ વિતરણ સુનિશ્ચિત કરવા માટે અમે સરકાર સાથે મળીને કામ કરીશું.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

આ મંજૂરી ખૂબ મહત્વની છે
હેટેરો ગ્રુપના પ્રેસિડેન્ટ એસ. બી પાર્થ સારધી રેડ્ડીએ જણાવ્યું હતું કે, ટોકિલિઝુમાબની વૈશ્વિક અછતને જોતા ભારતમાં વધુ સારી સપ્લાય માટે આ મંજૂરી મહત્વપૂર્ણ છે. TOCIRA (Tocilizumab) ભારતમાં તેની પેટાકંપની ‘Hetero Healthcare’ દ્વારા માર્કેટિંગ કરવામાં આવશે. તેના મજબૂત નેટવર્ક દ્વારા સમગ્ર દેશમાં તેને સુધારવા માટે સતત કામ કરવામાં આવશે. હેટેરોનું બાયોલોજિક્સ યુનિટ ‘હેટેરો બાયોફાર્મા’ હૈદરાબાદમાં તેની બાયોલોજિક્સ ફેસિલિટીમાં દવા બનાવશે. તોસિરા બાયોસિમિલર વર્ઝન છે અને સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશમાં ઉપલબ્ધ થશે.

દેશમાં  કોરોનાના 38,948 નવા કેસ
ભારતમાં કોરોના ચેપના 38,948 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 3,30,27,621 થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 219 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાથી થતો મૃત્યુઆંક 4,40,752 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ દર્દીઓ હવે ઘટીને 4.04 લાખ પર આવી ગયા છે.

આ પણ વાંચો : Maharashtra : મુંબઈમાં કોરોનાનાં નવા લક્ષણો આવ્યા સામે, જાણો આ લક્ષણો વિશે

આ પણ વાંચો :Kabul International Stadium : તાલિબાન શાસન બાદ પ્રથમ વખત ક્રિકેટ મેચનું આયોજન, મેચ જોવા તાલિબાનો રાઈફલ લઈને પહોંચ્યા

Published On - 3:10 pm, Mon, 6 September 21

Next Article