કોરોના પોઝીટીવ સસરાને પીઠ પર લઈને પૂત્રવધુ પહોચી હોસ્પિટલ, લોકો મદદને બદલે ખેચતા રહ્યાં ફોટો

|

Jun 10, 2021 | 10:45 AM

લોકો હજી પણ પુત્ર અને પુત્રી વચ્ચેના તફાવત રાખે છે. વૃદ્ધાવસ્થામાં પુત્ર તેમનો ટેકો બનશે તેવુ માનતા આવ્યા છે. પરંતુ આસામની ( Assam ) આ તસવીર, લોકોની પૂત્રઘેલી વિચારસરણીને બદલી નાખે તેવી છે. આસામના નાગાઓનથી એક યુવતી તેની પીઠ પર એક વૃધ્ધને લઈને જતી હોવાનો ફોટો વાયરલ થયો છે. હકીકતમાં આ યુવતી એ વહુ છે. અને પીઠ પર સવાર વૃધ્ધ તેના સસરા છે. કોરોના સંક્રમિત સસરાને લઈને તે હોસ્પિટલ પહોંચી છે.

કોરોના પોઝીટીવ સસરાને પીઠ પર લઈને પૂત્રવધુ પહોચી હોસ્પિટલ, લોકો મદદને બદલે ખેચતા રહ્યાં ફોટો
આસામમાં વાયરલ થયો ફોટો, પીઠ પર સસરાને ઉઠાવીને પૂત્રવધુ બે કિલોમીટર દૂર પહોચી સારવાર માટે

Follow us on

આસામના( Assam )નાગાંવના રહેવાસી નિહારિકા દાસે સમાજમાં નવો દાખલો બેસાડ્યો. પુત્રની ફરજ પૂરી કરીને તે એક આદર્શ પુત્રવધૂ ( Daughter in law ) બની છે. સોશ્યલ મીડિયા પર, લોકો કહી રહ્યા છે કે જો પુત્રવધૂ હોય તો નિહારિકા દાસ ( Niharika Das ) જેવી હોય. નિહારીકાએ તેની પીઠ પર કોરોના પોઝિટિવ સસરાને ( Father in law ) લઈને, સારવાર માટે બે કિલોમીટર દુર આવેલા આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ છે. આ બે કિલોમીટરના માર્ગમાં અનેક લોકો તેમના મોબાઈલમાં નિહારીકા અને તેના સસરાનો ફોટો લેતા રહ્યાં પણ કોઈએ પુછ્યુ નહી કે કોઈ મદદની જરૂર છે.

લોકો ફોટો ખેચતા રહ્યા
નિહારિકા દાસનો ફોટો સોશિયલ મીડિયા ( Social media )  પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે તેની પીઠ પર કોરોના પોઝિટિવ સસરાને લઈ જતી જોવા મળી છે. નિહારિકા તેના સાસરાને તેની પીઠ પર લઇને લગભગ 2 કિમી સુધી ચાલી હતી. આ દરમિયાન લોકોએ ફોટા પાડ્યા. પરંતુ કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં. તસવીર વાયરલ થયા બાદ હવે લોકો નિહારિકાને આદર્શ પુત્રવધૂ કહેવા લાગ્યા છે. જો કે, આટલી મહેનત પછી પણ નિહારિકા તેના સાસરાને બચાવી ન શકી અને તે ખુદ કોરોના પોઝિટિવ બની ગઈ.

કોઈ મદદ માટે ના આવ્યા
ખરેખર, નિહરિકાના સસરા થુલેશ્વર દાસ, નગાવના રાહા વિસ્તારના ભાટીગામમાં સોપારીના વેપારી હતા. 2 જૂને થુલેશ્વર દાસમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. પુત્રવધૂ નિહારિકાએ તેની તબિયત લથડતાં 2 કિમી દૂર રાહાના આરોગ્ય કેન્દ્ર લઈ જવા માટે રિક્ષાની વ્યવસ્થા કરી હતી, પરંતુ ઓટો રિક્ષા તેના ઘરે પહોંચી શકી ન હતી. તેના સસરાની હાલત બગડતી હતી. તે સમયે ઘરમાં કોઈ બીજું હાજર નહોતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

નિહારિકાના પતિ સિલિગુડીમાં નોકરી કરે છે. આવી સ્થિતિમાં સસરાને પીઠ પર લઈ જવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. નિહારિકા તેના સસરાને તેની પીઠ ઉપરથી લઈને ઓટો રીક્ષાના સ્ટેન્ડ સુધી લઈ ગઈ હતી. ત્યારબાદ તેને આરોગ્ય કેન્દ્ર ખાતે, વાહનમાંથી બહાર કાઢીને પીઠ પર લઈને હોસ્પિટલની અંદર લઈ ગઈ હતી. આ દરમિયાન કોઈએ મદદ કરી ન હતી. નિહારિકાને 6 વર્ષનો પુત્ર પણ છે.

પૂત્રઘેલી વિચારસરણીને બદલવા વાયરલ ફોટો સક્ષમ
લોકો હજી પણ પુત્ર અને પુત્રી વચ્ચેના તફાવત રાખે છે. વૃદ્ધાવસ્થામાં પુત્ર તેમનો ટેકો બનશે તેવુ માનતા આવ્યા છે. પરંતુ આસામની આ તસવીર, લોકોની પૂત્રઘેલી વિચારસરણીને બદલી નાખે તેવી છે. આસામના નાગાંવથી એક યુવતી તેની પીઠ પર એક વૃધ્ધને લઈને જતી હોવાનો ફોટો વાયરલ થયો છે. હકીકતમાં આ યુવતી એ વહુ છે. અને પીઠ પર સવાર વૃધ્ધ તેના સસરા છે. કોરોના સંક્રમિત સસરાને લઈને તે હોસ્પિટલ પહોંચી છે.

 

 

Next Article