Cyclone Yass Live Tracker: યાસ વાવાઝોડુ ક્યાં પહોચ્યું અને કઈ જગ્યા પર ત્રાટકશે મેળવો માહિતિ એક ક્લિક પર

Cyclone Yass Live Tracker: ESRI ઈન્ડિયા, ભારતીય ભૌગોલિક માહિતિ પ્રણાલી (GIS) સોફ્ટવેર અને સોલ્યુસન્સ પ્રોવાઈડર દ્વારા સાયક્લોન યાસ (Cyclone Yass Tracker) બનાવવામાં આવ્યું છે કે જેનાં માધ્યમથી તમે ચક્રવાત અત્યારે ક્યાં પહોચ્યું છે તેનો અંદાજો મેળવી શકો છો.

| Updated on: May 26, 2021 | 10:46 AM

Cyclone Yass Live Tracker: ESRI ઈન્ડિયા, ભારતીય ભૌગોલિક માહિતિ પ્રણાલી (GIS) સોફ્ટવેર અને સોલ્યુસન્સ પ્રોવાઈડર દ્વારા સાયક્લોન યાસ (Cyclone Yass Tracker) બનાવવામાં આવ્યું છે કે જેનાં માધ્યમથી તમે ચક્રવાત અત્યારે ક્યાં પહોચ્યું છે તેનો અંદાજો મેળવી શકો છો.

ચક્રવાત યાસ ભારતના પૂર્વ દરિયાકાંઠે ત્રાટકવા જઇ રહ્યું છે અને હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઓડિશાના બાલાસોર કાંઠા નજીક લેન્ડફોલ કરતા પહેલા 25 મે ના રોજ ચક્રવાત એક તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે.

આવા કપરા સમયમાં પુરવઠો મેળવવા અને આવનારા તોફાનનો સામનો તકવા માટે આપણે પણ તૈયાર રહેવું જોઈએ. તો ચક્રવાતનાં માર્ગ અને અન્ય વિકાસની અપ-ટૂ-ડેટ માહિતી સાથે તૈયાર રહેવું પણ એટલું જ મહત્ત્વનું છે.

ESRI અને ભારતીય ભૌગોલિક પ્રણાલી (GIS)સોફ્ટવેર અને સોલ્યુશન પ્રોવાઈડર દ્વારા એક નક્શો બનાવવામાં આવ્યો છે કે જેને લઈ ને સાયક્લોન યાસ લાઈવ વિશે તમે માહિતિ મેળવી શકો છો. મેપમાં ભારતીય હવામાન વિભાગ(Indian Meteorological Department)નાં અપડેટ સાથે વિવિધ માહિતિ પણ પુરી પાડશે.

આ મેપનાં માધ્યમથી હવાની ગતિ, વાવાઝોડાથી કેટલા લોકો અસર પામી શકશે, કયા કયા અસરગ્રસ્ત વિસ્તારો છે સાથે જ વિવિધ વિભાગો પાસેથી માહિતિ મેળવીને તેના પર તે અપડેટ પણ થતું રહેશે કે જેને લઈને છેલ્લે સુધીના તાજી માહિતિ મેળવવામાં સરળતા રહેશે.

Esri ઈન્ડિયાનાં મેપ સાથે કેવી રીતે કરશો સાયક્લોન યાસનું લાઈવ ટ્રેક

જે લોકો આ સાયક્લોન ટ્રેક કરવા માગે છે તે સામાન્ય બ્રાઉઝરનો ઉપયોગ કરીને તેને ટ્રેક કરી શકે છે. Cyclone Yaas Live Tracker

તમામ ઉપભોક્તા કે જે સાયક્લોનને ટ્રેક કરવા માગે છે તેમને પોતાનાં બ્રાઉઝર અને નેટ કનેક્શન ખાસ ચેક કરી લેવું જોઈએ. આ લિંકને મોબાઈલથી લઈને ડેસ્કટોપ પર પણ ચલાવી શકાય તે માટે સરળ બનાવવામાં આવી છે.

ઉપભોકતાએ સાચી અને સરળ માહિતિ મેળવવા માટે તેમજ કયા વિસ્તારો અફેક્ટ થઈ શકે છે તે સિવાય શેલ્ટર લોકેશન, હવામાન, પવનની ગતિ સાથે કલર અને સેટેલાઈટ ઈમેજ પણ નિહાળી શકશો.