25 લાખ Airtel યૂઝર્સનો ડેટા લીક, સાઈબર સિક્યુરિટી રિસર્ચરે કર્યો દાવો

મોબાઈલ ફોન યૂઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓછામાં ઓછા 26 લાખ યૂઝર્સના ડેટા લીક થવાનો મોટો ખુલાસો થયો છે.

25 લાખ Airtel યૂઝર્સનો ડેટા લીક, સાઈબર સિક્યુરિટી રિસર્ચરે કર્યો દાવો
File Photo
| Updated on: Feb 02, 2021 | 10:12 PM

મોબાઈલ ફોન યૂઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓછામાં ઓછા 26 લાખ યૂઝર્સના ડેટા લીક થવાનો મોટો ખુલાસો થયો છે. આ તમામ એરટેલના યૂઝર્સ છે અને જમ્મૂ-કાશ્મીરના છે. IANS મુજબ આ તમામના ડેટા હેક કર્યા બાદ વેબ પર બીટકોઈનમાં લગભગ 3,500 ડૉલરમાં વેચવામાં આવી રહ્યા છે. એક સાઈબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખર રાજાહરિયાએ આ જાણકારી આપી છે.

 

ઈન્ટરનેટ પર કોઈપણ કંપનીના યૂઝર્સના ડેટા લીક થવાનો આ મોટો મામલો છે. જે દાવો કરવામાં આવી રહ્યો છે, તેમાં ડેટા લીકમાં આધાર નંબર સહિત પર્સનલ ડેટા સામેલ છે. ત્યારે ડેટા લીકના સમાચારની વચ્ચે એરટેલ તરફથી કહેવામાં આવ્યું છે કે તે ગ્રાહકોના વ્યક્તિગત ડેટાની સુરક્ષા માટે પુરી રીતે પ્રતિબદ્ધ છે. કંપનીએ આ વાતનો દાવો કર્યો છે કે કોઈ પ્રકારનો ડેટા લીક નથી થયો.

 

આ પણ વાંચો: Local Body Polls 2021 : મહેસાણા નગરપાલિકામાં તમામ 11 વોર્ડમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા