Covid19: ગેમ ચેન્જર 2DG દવા બનાવવામાં ડો.અનિલ મિશ્રાની ખાસ ભૂમિકા, જાણો તેમના વિશે

કોરોનાની 2-ડીજી ડ્રગ (2dg medicine) શનિવારે સમાચારોમાં ઘણી ચમકી હતી. ક્લિનિકલ ટ્રાયલ્સથી બહાર આવ્યું છે કે આ દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ઝડપી રિકવરીમાં મદદ કરે છે,

Covid19: ગેમ ચેન્જર 2DG દવા બનાવવામાં ડો.અનિલ મિશ્રાની ખાસ ભૂમિકા, જાણો તેમના વિશે
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 09, 2021 | 8:35 PM

કોરોનાની 2-ડીજી ડ્રગ (2dg medicine) શનિવારે સમાચારોમાં ઘણી ચમકી હતી. ક્લિનિકલ ટ્રાયલ્સથી બહાર આવ્યું છે કે આ દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ઝડપી રિકવરીમાં મદદ કરે છે, વધારે ઓક્સિજન પરની અવલંબન ઘટાડે છે. આ દવા બનાવવા માટે ડીઆરડીઓના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.અનિલ મિશ્રાએ મહત્વની ભૂમિકા ભજવી છે.

ડો.અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર આ દવા બાળકોને પણ આપી શકાય છે અને કોરોના પણ સારી રહેશે. ક્લિનિકલ ટ્રાયલ બાદ કેન્દ્રએ તેને મંજૂરી આપી દીધી છે. ચાલો વિગતવાર જાણીએ, કોણ છે ડો.અનિલ મિશ્રા, જેમણે કોરોના દર્દીઓ માટે આવી ગેમ ચેન્જર દવા બનાવી છે.

ડો. અનિલ મિશ્રાનો જન્મ ઉતરપ્રદેશના બલિયામાં થયો હતો. તેમણે વર્ષ 1984માં ગોરખપુર વિશ્વવિદ્યાલયથી M.sc અને વર્ષ 1988માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયથી રસાયણવિજ્ઞાન વિભાગથી PHD કરી હતી. ત્યારબાદ ફ્રાંસના બર્ગોગ્ને વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર રોજર ગિલાર્ડની સાથે ત્રણ વર્ષ માટે પોસ્ટડોક્ટરોલ ફેલો હતા. ત્યારબાદ તે પ્રોફેસર સી.એફ.મેયરની સાથે કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં પણ પોસ્ટડોક્ટરોલ ફેલો રહ્યા છે. તે 1994-1997 સુધી INSERM, નાંતેસ, ફ્રાંસમાં પ્રોફેસર ચતાલની સાથે અનુસંધાન વૈજ્ઞાનિક રહ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

 વર્ષ 1997માં DRDO સાથે જોડાયા

ડો અનિલ મિશ્રા 1997માં વરિષ્ઠ વૈજ્ઞાનિકના રૂપમાં DRDOના ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાઈડ સાઈન્સમાં સામેલ થયા. તે 2002-2003 સુધી જર્મનીમાં મેક્સ પ્લેંક ઈન્સ્ટીટ્યુટમાં વીઝીટીંગ પ્રોફેસર અને INMASના પ્રમુખ રહી ચૂક્યા છે.

વર્તમાનમાં ફરીથી DRDOમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક રૂપે કાર્યરત ડો અનિલ મિશ્રા વર્તમાનમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના સાઈક્લોટ્રોન અને રેડિયો ફાર્માસ્યુટિકલ સઈન્સેજ ડિવિઝનમાં કાર્યરત છે. અનિલ રેડિયોમિસ્ટ્રી, ન્યુક્લિયર કેમેસ્ટ્રી અને ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં રિસર્ચ કરે છે. તેમનો હાલનો પ્રોજેક્ટ ‘મોલેક્યુલર ઇમેજિંગ પ્રોબ્સનો વિકાસ’ છે.

 પાણીમાં ઘોળીને પીવાની રહેશે દવા 2-ડીજી દવા પાઉડરના રૂપમાં પેકેટમાં ઉપલબ્ધ હશે. તેમણે પાણીમાં ઘોળીને પીવાની રહશે. ડીઆરડીઓ મુજબ 2-DG દવા વાયરસથી સંક્રમિત દર્દીની કોશિકાઓમાં જમા થઈ જાય છે અને તેને વડુ આગળ વધતા રોકે છે. સંક્રમિત કોશિકાઓની સાથે મળીને આ એક સુરક્ષા દીવાલ બનાવી આપે છે. જેથી વાઈરસ અન્ય કોશિકાઓની સાથે શરીરના ભાગોમાં ફેલાતો નથી.

આ રીતે કરશે વાયરસનો ખાતમો આ દવા લીધા બાદ દર્દીની ઑક્સીજન પર નિર્ભરતા ઓછી જણાશે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે જો વાયરસને શરરીમાં ગ્લુકોઝ ન મળે તો તેની વૃદ્ધિ રોકાય જશે. DRDOના ડોક્ટર એકે મિશ્રાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ કે વર્ષ 2020માં જ કોરોનાની આ દવાને બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેને જણાવ્યુ કે વર્ષ 2020માં જ્યારે કોરોનાનો પ્રકોપ જારી હતો, તે જ દરમ્યાન ડીઆરડીઓના એક વૈજ્ઞાનિકે હૈદરાબાદમાં આ દવાની ટેસ્ટિંગ કરી હતી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">