Vaccination: બાળકો માટે કોરોના વૅક્સીનની તૈયારી પૂરજોશમાં, વર્ષના અંત સુધીમાં WHO તરફથી મળી શકે છે લાયસન્સ

|

May 24, 2021 | 1:20 PM

બાળકો માટે કોરોના વૅક્સીનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો બાળકોને પણ સંક્રમિત કરી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

બાળકો માટે કોરોના વૅક્સીનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો બાળકોને પણ સંક્રમિત કરી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. જેથી બાળકોનું આરોગ્ય જોખમાય નહીં તે માટે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વૅક્સીન બનાવતી કંપની ભારત બાયોટેક એની કોરોના વેક્સિનની ટ્રાયલ જૂનમાં​​​ બાળકો પર શરૂ કરી શકે છે.

કંપનીને 2 થી 18 વર્ષનાં બાળકો પર ટ્રાયલની મંજૂરી સરકાર પાસેથી પહેલાં જ મળી ચૂકી છે. ભારત સરકારે 12 મેના રોજ 2 થી 18 વર્ષનાં બાળકો માટે ભારત બાયોટેકની કો-વેક્સિનની મંજૂરી આપી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ 10થી 12 દિવસમાં શરૂ થશે. આ મંજૂરી DCGIની એક્સપર્ટ ટીમની ભલામણ પછી આપવામાં આવી હતી.

આ ભારતની પહેલી વેક્સિન હશે, જે બાળકોને આપવામાં આવશે. આ વિશે માહિતી કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ અને ઈન્ટરનેશનલ એડવોકેસી હેડ ડૉ. રાચેસ એલાએ આપી છે. એલાએ FICCI લેડીઝ ઓર્ગેનાઈઝેશનના સભ્યો સાથે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન વિશ્વાસ અપાવ્યો હતો કે, વેક્સિનને આ વર્ષના ત્રીજા અથવા ચોથા ક્વાર્ટરમાં WHO થી લાઈસન્સની મંજૂરી મળવાની શક્યતા છે.

સાથે જ રાજ્યમાં રસીકરણ મહાઅભિયાન તેજ કરવા રાજ્ય સરકારે આગોતરૂ આયોજન કર્યું છે. અગાઉ રાજ્યના 10 શહેરોમાં 18 થી 44 વર્ષની વયના લોકોના રસીકરણ માટે 30 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવતી હતી.

જોકે રસીકરણ મહાઅભિયાન તેજ કરવાના ભાગરૂપે હવે 10 શહેરોમાં રોજના 1 લાખ ડોઝની ફાળવણી કરવામાં આવશે અને વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે માટે સરકારે કમરકસી છે. નવા આયોજન દ્વારા રાજ્ય સરકારે આગામી એક સપ્તાહમાં 8 લાખ લોકોના રસીકરણનો લક્ષ્યાંક સેવ્યો છે.

Next Video