COVID-19 Vaccination : Cowin.gov.in પર એપોઇમેન્ટને રીશેડ્યુઅલ કરવા માટે કરો આ પ્રોસેસ

|

May 19, 2021 | 1:09 PM

ભારતમાં રસીકરણ માટે અત્યાર સુધી 21,83,29,280 લોકો રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. જેમાં 18,38,54,742 લોકો ડોઝ લઇ ચુક્યા છે.

COVID-19 Vaccination : Cowin.gov.in પર એપોઇમેન્ટને રીશેડ્યુઅલ કરવા માટે કરો આ પ્રોસેસ
COVID-19 Vaccination

Follow us on

COVID-19 Vaccination : ભારતમાં રસીકરણ માટે અત્યાર સુધી 21,83,29,280 લોકો રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. જેમાં 18,38,54,742 લોકો ડોઝ લઇ ચુક્યા છે. આપણે ઘણી વાર વેક્સિનેશનની એપોઇમેનટબુક કરી લેતા હોય છે, પરંતુ કોઈ પણ કારણસર આપે તેમાં બદલાવ લાવવો હોય છે. ત્યારે આપણે ચિંતિત હોય છે કે તેમાં બદલાવ કેવી રીતે લાવવો. આજે તમને જણાવીશું કે પહેલાથી બુક કરવામાં આવેલી એપોઇમેન્ટને રીશેડયુઅલ કેવી રીતે કરી શકો છો. આ સાથે જ સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.

વેક્સિનેશનની એપોઇમેન્ટ કેવી રીતે બદલીશું
કોવિન પોર્ટલ પર FAQ વિભાગ સમજાવે છે કે તમે પહેલેથી લીધેલી એપોઇન્ટમેન્ટમાં ફેરફારો કેવી રીતે કરી શકો છો અને કેન્દ્રો પણ બદલી શકો છો. આ માટે, તમારે કોવિન પોર્ટલ પર તમારા નોંધાયેલા મોબાઇલ નંબર સાથે લોગીન કરવું પડશે. આ પછી રીશેડ્યુલના વિકલ્પ પર ક્લિક કરીને તમે નવી તારીખ અને કેન્દ્રો લઈ શકો છો. આ માટે તમે 48 કલાક પ્રાપ્ત થયેલા સંદેશની લિંકનો ઉપયોગ પણ કરી શકો છો અથવા જો તમે ઇચ્છો તો તેને રદ કરી શકો છો. ઉપરાંત તમે 211 નંબર ડાયલ કરીને એપોઇન્ટમેન્ટને ફરીથી શેડ્યૂલ કરી શકો છો.

કોવીડ-19 વેક્સીનનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરશો
કોવિડ -19 રસીનો ડોઝ લીધો છે પરંતુ જો તમે પ્રમાણપત્ર ડાઉનલોડ કરવામાં અસમર્થ છો તો આજે અમે તમને કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર કેવી રીતે અને ક્યાંથી ડાઉનલોડ કરી શકીશું તે જણાવવા જઈ રહ્યા છીએ. આ માટે, તમે કોવિન પરના પોર્ટલ પર જઈને લોગીન કરી શકો છો અને તમારું પ્રમાણપત્ર મેળવી શકો છો.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ સિવાય, જ્યારે તમે રસીકરણ કેન્દ્રો તરફથી પ્રથમ ડોઝ પ્રાપ્ત કર્યા પછી ઘરે પાછા ફરો ત્યારે તમને એક સંદેશ મળશે કે જેમાં કહેવામાં આવશે કે કોવાક્સિન / કોવિશિલ્ડનો 1 લો ડોઝ સક્સેસફુલ. તેમાં એક લિંક હશે, તેની મદદથી તમે પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. આરોગ્યસેતુ એપ્લિકેશનની મદદથી પણ તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

આધારકાર્ડ વગર રજીસ્ટ્રેશન કરો

રજીસ્ટ્રેશન માટે કુલ સાત પ્રકારનાં આઈડી પ્રૂફની જરૂરત છે, જેમાંથી આધાર કાર્ડ એકઆઈડી પ્રૂફ છે. જો તમારી પાસે આધારકાર્ડ નથી, તો તમે બીજા આઈડી પ્રૂફનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકો છો. જેમાં ડ્રાયવીંગ લાઇસન્સ, પાન કાર્ડ, પેંશન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ, વોટર આઈડીનો સમાવેશ થાય છે.

Next Article