Covid-19 : દેશમાં કોરોનાના 100 થી વધુ કેસ ધરાવતા 209 જિલ્લા, રિકવરી રેટમાં થયો સુધારો

|

Jun 08, 2021 | 7:26 PM

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ 7 મેના રોજ દેશમાં Coronaના દૈનિક 4,14,000 કેસ નોંધાતા હતા. જે હવે દૈનિક 1 લાખ કરતા પણ ઓછા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 86,498 કેસ નોંધાયા હતા. જે 3 એપ્રિલ પછી આ એક દિવસના સૌથી ઓછા કોરોનાના કેસો છે. જ્યારે હવે હવે રિકવરી(Recovery)  રેટ 94.3 ટકા થઈ ગયો છે

Covid-19 : દેશમાં કોરોનાના 100 થી વધુ કેસ ધરાવતા 209 જિલ્લા, રિકવરી રેટમાં થયો સુધારો
દેશમાં કોરોનાના 100 થી વધુ કેસ ધરાવતા 209 જિલ્લા

Follow us on

દેશમાં Corona ના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ 7 મેના રોજ દેશમાં Coronaના દૈનિક 4,14,000 કેસ નોંધાતા હતા. જે હવે દૈનિક 1 લાખ કરતા પણ ઓછા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 86,498 કેસ નોંધાયા હતા. જે 3 એપ્રિલ પછી આ એક દિવસના સૌથી ઓછા કોરોનાના કેસો છે. જ્યારે હવે હવે રિકવરી(Recovery)  રેટ 94.3 ટકા થઈ ગયો છે

કોરોનાની બીજી લહેર ધીમી પડી

દેશમાં Corona ની બીજી લહેર ધીમી પડી ગયા પછી ઘણાં રાજ્યોએ લાગુ કરેલા પ્રતિબંધોને હળવા બનાવવાનું શરૂ કર્યું છે. ત્યારે અનલોક પ્રક્રિયાની વચ્ચે આરોગ્ય મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ કરીને દેશમાં કોરોના કેસ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે 7 મેના રોજ દેશમાં દૈનિક કોરોનાના 4,14,000 કેસ નોંધાયા હતા. જે હવે ઘટીને એક લાખથી પણ ઓછા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 86,498 કેસ નોંધાયા હતા. 3 એપ્રિલ પછીથી આ એક દિવસના સૌથી ઓછા કેસો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દેશના 209 જિલ્લામાં 100 થી વધુ કેસ

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે 4 મે સુધી દેશમાં એવા 531 જિલ્લાઓ હતા જ્યાં દરરોજ 100 થી વધુ Corona ના  કેસ નોંધાતા હતા. જયારે આવા જિલ્લાઓ હવે 209 જ રહ્યાં છે. તેમણે કહ્યું કે કોરોના ચેપની પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે.

કોરોના રિકવરી રેટમાં નોંધપાત્ર સુધારો 

લવ અગ્રવાલે કહ્યું કે 3 મેના રોજ દેશમાં રિકવરી (Recovery)રેટ 81.8 ટકા હતો. જ્યારે હવે હવે રિકવરી(Recovery) રેટ 94.3 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,82,000 લોકો કોરોનાથી રિકવર થયા છે. જ્યારે દરેક રાજ્યમાં રિકવર થતાં કેસોની સંખ્યા હવે દરરોજ નોંધાયેલા કેસો કરતા વધારે છે.

Published On - 7:20 pm, Tue, 8 June 21

Next Article