Corona Virus: પાકિસ્તાનથી પરત ફરેલા 200 શીખ શ્રધ્ધાળુઓ કોરોનાથી સંક્રમિત

Coronavirus Update: વૈશાખીના છેલ્લા દિવસે કેટલાય શીખ શ્રધ્ધાળુઓ પાડોશી દેશમાં ગુરુદ્વારામાં દર્શન કરવા ગયા હતા. પંજાબમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે.

Corona Virus: પાકિસ્તાનથી પરત ફરેલા 200 શીખ શ્રધ્ધાળુઓ કોરોનાથી સંક્રમિત
File Photo
| Edited By: | Updated on: Apr 23, 2021 | 6:36 PM

Coronavirus Update: વૈશાખીના છેલ્લા દિવસે કેટલાય શીખ શ્રધ્ધાળુઓ પાડોશી દેશમાં ગુરુદ્વારામાં દર્શન કરવા ગયા હતા. પંજાબમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે ઉજવણી દુર્ભાગ્યપૂર્ણ પરિણામ લઈને આવી છે. શ્રધ્ધાળુઓ ગુરુદ્વારા પંજાબ સાહિબના દર્શન બાદ અમૃતસર નજીક વાઘા બોર્ડરથી પરત ભારત ફરી રહ્યા હતા, તે બાદ તેઓ પોઝિટીવ આવ્યા છે. સિવિલ સર્જન ચરણજીતસિંહના પ્રમાણે પંજાબના 200 શ્રધ્ધાળુઓમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે.

 

 

મળતી જાણકારી પ્રમાણે કેટલાક શ્રધ્ધાળુઓએ કોરોના સંક્રમણની પુષ્ટિ બાદ આરોગ્ય કર્મીઓ સાથે માથાકુટ કરી હતી. શ્રધ્ધાળુઓમાં સંક્રમણની પુષ્ટિ થયા બાદ તેઓએ એમ કહીને રિપોર્ટ ફાડી દીધો હતો કે પાકિસ્તાન જતા પહેલા તેમનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. ચરણજીતસિંહે કહ્યું કે કેટલાક શ્રધ્ધાળુઓ અધિકારીક દસ્તાવેજ લઈ ગયા અને અટારી સીમા પર આરોગ્ય કર્મીઓને પોતાનું કાઉન્ટર છોડવા માટે મજબૂર કર્યા. આપને જણાવી દઈએ કે  વૈશાખીના અવસર પર 810 શ્રધ્ધાળુઓ 12 એપ્રિલે પાકિસ્તાન ગયા હતા.

 

 

આ શ્રધ્ધાળુઓને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની (એસજીપીસી) તરફથી ધાર્મિક યાત્રા પર મોકલવામાં આવ્યા હતા. સિંહે કહ્યું કે જે શ્રધ્ધાળુઓમાં સંક્રમણની પુષ્ટી થઈ છે તેમને ઘરમાં આઈસોલેશનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. એસજીપીસીના અધ્યક્ષ બીબી જાગીર કોરે કહ્યું આ શ્રધ્ધાળુઓમાંથી જો કોઈ શ્રધ્ધાળુઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરુર પડશે, તેમને એસજીપીસી  સંચાલિત હૉસ્પિટલમાં નિશુલ્ક ઉપચારની સુવિધા આપવામાં આવશે.

 

આ પણ વાંચો: Farmers News : કેળાની ખેતી કરતા ખેડૂતો માટે શુભ સમાચાર, હવે એક એપ થકી મળશે તમામ જાણકારી