Coronavirus Update : જાણો કોરોનાની સ્થિતિને લઇ પીએમ મોદીએ કયા રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત

Coronavirus Update : પીએમ મોદીએ આજે એકવાર ફરી કોરોનાની સ્થિતિને લઇ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી સાથે આજે બેઠક કરી. આ રાજ્યોમાં છત્તીસગઢ,રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પોંડીચેરી સામેલ છે. છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ એ 10 રાજ્યોમાં સામેલ છે જ્યાંથી 74.69ટકા લોકો સામે આવી રહ્યા છે. 

Coronavirus Update : જાણો કોરોનાની સ્થિતિને લઇ પીએમ મોદીએ કયા રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
પીએમ નરેન્દ્ર મોદી (ફાઇલફોટો)
| Edited By: | Updated on: May 16, 2021 | 3:53 PM
Coronavirus Update : પીએમ મોદીએ આજે એકવાર ફરી કોરોનાની સ્થિતિને લઇ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી સાથે આજે બેઠક કરી. આ રાજ્યોમાં છત્તીસગઢ,રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પોંડીચેરી સામેલ છે. છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ એ 10 રાજ્યોમાં સામેલ છે જ્યાંથી 74.69ટકા લોકો સામે આવી રહ્યા છે.
રાજસ્થાનમાં સૌથી વધારે 2,08,698 કેસ સામે આવ્યા છે ત્યારબાદ ઉત્તરપ્રદેશમાં 1,77,643 કેસ અને છત્તીસગઢમાં 1,10,401 કેસ સામે આવ્યા. બેઠક દરમિયાન છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે જણાવ્યુ કે રાજ્યોમાં સેમ્પલની તપાસ વધારવામાં આવી છે. પોઝિટિવિટી રેટ ઓછો થઇ રહ્યો છે. ગ્રામીણ એરિયા પર ધ્યાન આપી રહ્યા છે.

પીએમ મોદીની બેઠક એવા સમયે થઇ છે જ્યારે દેશમાં કોરોના સંક્રમણના નવા કેસ છેલ્લા 3 દિવસથી ઓછા થઇ રહ્યા છ. જો કે મોતનો આંકડો ઓછો નથી થઇ રહ્યો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાન 3,11,170 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાની ઝપેટમાં 4,077 કોવિડ દર્દીઓએ દમ તોડ્યો છે. આ મુકાબલે 3,62,473 લાખ દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા પણ થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ શનિવારે કહ્યુ કે દેશમાં કોવિડ-19ના કેસમાં 85ટકા કેસ 10 રાજ્યોમાંથી છે. જ્યારે 11 રાજ્યોમાં સંક્રમણના એક-એક લાખ એક્ટિવ કેસ છે. દેશના રાજ્યોમાં સંક્રમણ દર 15 ટકાથી વધારે છે. જો કે ભારતમાં કોરોનાની ઝપેટમાં આવેલા લોકોના સાજા થવાનો રાષ્ટ્રીય દર 83 ટકાથી વધારે છે.