Corona Virus Update: જાણો શું ફરી હવાઈ સેવાઓ પર લાગશે રોક? શું કહ્યું એવિએશન મિનિસ્ટરે

|

Mar 27, 2021 | 6:36 PM

Coronavirus Update : કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે દેશના અલગ -અલગ શહેરામાં કલમ 144 કર્ફયૂ અને લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે. એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા કોવિડના નેગેટિવ રિપોર્ટની માંગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ કહ્યું કે  ડોમેસ્ટિક એયર સર્વિસ પર કોઇપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવાનો કોઇ વિચાર નથી

Corona Virus Update: જાણો શું ફરી હવાઈ સેવાઓ પર લાગશે રોક? શું કહ્યું એવિએશન મિનિસ્ટરે
Hardipsinh Puri

Follow us on

Coronavirus Update: કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે દેશના અલગ -અલગ શહેરોમાં કલમ 144 કર્ફયૂ અને લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે. એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા કોવિડના નેગેટિવ રિપોર્ટની માંગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ડોમેસ્ટિક એર સર્વિસ પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવાનો કોઈ વિચાર નથી. જો કે સરકાર એર સર્વિસને વધારે ખોલવા પર વિચાર કરી રહી છે.

 

પુરીએ કહ્યું કે ગયા વર્ષે કોરોનાને કારણે માર્ચ મહિનામાં ફ્લાઈટ સર્વિસ બંધ કરવામાં આવી હતી. લગભગ બે મહીના બાદ 25 મે 2020એ ફરી શરુ કરવામાં આવી હતી. અમારી કોશિશ હતી કે 1 એપ્રિલથી બધી એરલાઈન્સ 100 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરતી, પરંતુ કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ થોડુ મોડું થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60 હજાર કેસ સામે આવી ચૂક્યા છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

કોરોનાના વધી રહેલા કેસના કારણે આ પ્લાન પર વિરામ

હરદીપ સિંહે કહ્યું કે જો ફરીથી કોરોનાના મામલા ન વધ્યા હોત તો અમારી યોજના પ્રમાણે સમર સીઝનમાં 1 એપ્રિલથી 100 ટકા ક્ષમતા સાથે વિમાન ઉડાન ભરી શકતા, વર્તમાનમાં બધી જ એરલાઈન્સ 80ટકા ક્ષમતા સાથે ઉડાન ભરી રહી છે. ફેબ્રુઆરી 2021માં ભારતના ડોમેસ્ટીક એર ટ્રાફિકમાં વર્ષે 37 ટકાનો ઘટાડો નોંધાયો છે.

 

ભાડું બે વાર વધારવામાં આવ્યું

આ પહેલા 10 માર્ચે સરકારે હવાઈ ભાડામાં ઓછામાં ઓછો 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલા સરકારે ફેબ્રુઆરીમાં પ્રાઈસ બેન્ડને 10થી30 ટકા વધારવાનો નિર્ણય લીધો હતો. એ સમયે મિનિમમ ભાડામાં 10 ટકા અને મેક્સિમમ ભાડામાં 30 ટકાનો વધારો થયો હતો. ગયા વર્ષે પ્રાઈસ બેન્ડમાં મિનિમમ ભાડાને 5 ટકા વધારવામાં આવ્યું છે. જે એપ્રિલના અંત સુધી લાગુ રહેશે.

 

ઈંધણ મોંઘુ થતાં વધારાયું ભાડું 

ATF એટલે કે હવાઈ જહાજના ઈંધણમાં ભાવ વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એ સમયે પૂરીએ કહ્યું હતું કે જે દિવસે રોજ પેસેન્જરી સંખ્યા 35 લાખ ક્રોસ કરી જાય છે, તે દિવસે એરલાઈન્સને 100 ટકા ક્ષમતા સાથે ઓપરેશનની મંજૂરી મળી જશે.

 

આ પણ વાંચો: દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ આ છ રાજ્યોમાં, ગુજરાત પણ તેમાં સામેલ

Next Article