Corona Virus: ઓછામાં ઓછા 14 દિવસ લાગૂ રાખો પ્રતિબંધ તો જ કોરોનાનો ગ્રાફ નીચો જશે, કેન્દ્રની રાજ્યોને ગાઈડલાઈન્સ

દેશના અલગ અલગ ભાગમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, કોરોના મહામારીને ધ્યાને રાખતા કેન્દ્ર સરકારે સોમવારે બધી રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સંક્રમણથી શૃખંલા તોડવા માટે જિલ્લા અને ક્ષેત્રવાર, સ્થાનીય કન્ટેનમેન્ટ માળખાની રણનીતિ પર કામ કરવા માટે કહ્યું છે.

Corona Virus: ઓછામાં ઓછા 14 દિવસ લાગૂ રાખો પ્રતિબંધ તો જ કોરોનાનો ગ્રાફ નીચો જશે, કેન્દ્રની રાજ્યોને ગાઈડલાઈન્સ
Coronavirus
| Edited By: | Updated on: Apr 26, 2021 | 10:34 PM

Coronavirus: દેશના અલગ અલગ ભાગમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, કોરોના મહામારીને ધ્યાને રાખતા કેન્દ્ર સરકારે સોમવારે બધી રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સંક્રમણથી શૃખંલા તોડવા માટે જિલ્લા અને ક્ષેત્રવાર, સ્થાનીય કન્ટેનમેન્ટ માળખાની રણનીતિ પર કામ કરવા માટે કહ્યું છે. બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે એક સંવાદમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી કન્ટેનમેન્ટ માળખા સંબંધી 25 એપ્રિલે રજૂ કરેલા પરામર્શને રીપીટ કરતા કહ્યું કે જિલ્લા અધિકારીઓને પ્રતિબંધ લાગૂ કરવા માટેની રણનીતિ માટે સંવેદનશીલ બનાવવા પડશે.

 

 

કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યોને કહ્યું કે કોરોનાનો ગ્રાફ ઓછો કરવા માટે ઓછામાં ઓછા 14 દિવસ પ્રતિબંધો લાગૂ રાખો સાથે જ ભલ્લાએ કહ્યું કે છેલ્લા થોડા દિવસોમાં કોવિડ-19ના કેસમાં વધારો  થયો છે. સાથે જ તેમણે કહ્યું કે કોરોનાના કેસમાં વધારાને જોતા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કોવિડ પ્રબંધન અને નિયંત્રિત કરવાના ઉપાયોનું જેમ બને તેમ વધુ ઝડપે પાલન કરવું અતિઆવશ્યક છે. તેનાથી કોરોનાના કેસને કાબૂમાં લાવી શકાશે.

 

સાથે જ તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવે છે કે આ દિશામાં દરેક સંભવ પગલા ઉઠાવે. તેમણે કહ્યું કે આપ સૌને આગ્રહ કરુ છુ કે તમે તમારા રાજ્યોમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા નિર્દેશોનું પાલન કરવા માટે જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપો જેથી કરીને સંક્રમણ રોકી શકાય.

 

આપને જણાવી દઈએ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 3,52,991 કેસ આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,73,13,163 સુધી પહોંચી ગઈ છે. જ્યારે વર્તમાનમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 28 લાખને પાર કરી ગઈ છે. આ સંક્રમણથી અત્યાર સુધી 1,95,123 લોકોએ જીવ ગુમાવ્યા છે.

 

આ પણ વાંચો: DWARKA: સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી માનવતાની મહેક ફેલાવી, શૈક્ષણિક સંકુલ ખાતે 100 બેડના કોવિડ સેન્ટરની શરૂઆત