Coronavirus Update : ઓક્સીજનની અછતને પહોંચી વળવા ભારતીય વાયુસેનાએ સંભાળ્યો મોર્ચો, ઓકસીજન લેવા વિમાન પહોંચ્યા સિંગાપુર

Coronavirus Update :  કોરોના દર્દીઓ ઓક્સીજન માટે ભટકી રહ્યા છે. આ મુશ્કેલ ઘડીમાં હવે ભારતીય વાયુ સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. આજે વાયુસેનાનું C-17 વિમાન ક્રાયોજેનિક ઓક્સીજન ટેન્કના 4 કન્ટેનરને લોડ કરવા માટે સિંગાપુરના ચાંગી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ પર પહોંચ્યુ છે. 

Coronavirus Update : ઓક્સીજનની અછતને પહોંચી વળવા ભારતીય વાયુસેનાએ સંભાળ્યો મોર્ચો, ઓકસીજન લેવા વિમાન પહોંચ્યા સિંગાપુર
Oxygen cylinder
| Edited By: | Updated on: Apr 24, 2021 | 4:06 PM

Coronavirus Update :  દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીએ એવો કહેર વર્તાવ્યો છે કે દેશમા કેટલાય રાજ્યોમાં હૉસ્પિટલ ઓક્સીજન અને બેડ્સની અછત વર્તાઇ રહી છે. કોરોના દર્દીઓ ઓક્સીજન માટે ભટકી રહ્યા છે. આ મુશ્કેલ ઘડીમાં હવે ભારતીય વાયુ સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. આજે વાયુસેનાનું C-17 વિમાન ક્રાયોજેનિક ઓક્સીજન ટેન્કના 4 કન્ટેનરને લોડ કરવા માટે સિંગાપુરના ચાંગી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ પર પહોંચ્યુ છે.

C-17 વિમાન ઓક્સીજન ટેન્કના 4 કન્ટેનરને લોડ કરશે અને ત્યારબાદ આ કન્ટેનરને સાંજ સુધી પશ્ચિમ બંગાળના પનાગર એયરબેઝ પર ઉતારી દેશે. આ વિમાનોએ આજે ગાઝિયાબાદના હિંડન એયરપોર્ટથી ઉડાન ભરી હતી.

આ પહેલા ગઇકાલે ભારતીય વાયુસેનાએ ચિકિત્સીય ઓક્સીજનના ખાલી ટેન્કર અને કન્ટેનરને વિમાન દ્વારા દેશના વિભિન્ન ફિલિંગ સ્ટેશન પર પહોંચાડવાનું કામ શરુ કર્યુ છે જેથી કરીને વધુને વધુ ઝડપે દર્દીઓ માટે ઓક્સીજન વિતરણ થઇ શકે. અધિકારીઓએ કહ્યું કે વાયુસેનાના વિમાને કોચ્ચી,મુંબઇ,વિશાખાપટ્ટનમ અને બેંગ્લોરથી ડૉક્ટર અને નર્સને દિલ્લીની અલગ અલગ હૉસ્પિટલ માટે પહોંચાડ્યા

આ સિવાય વાયુસેના દેશની વિભિન્ન કોવિડ-19 હૉસ્પિટલમા દવાઓ સહિત ઉપકરણ પહોંચાડી રહી છે. ભારત કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે અને કોરોનાના વધતા કેસના કારણે કેટલીય હૉસ્પિટલ બેડ , ઓક્સીજનની અછતથી ઝઝૂમી રહ્યા છે.અધિકારીઓએ કહ્યું કે વાયુસેનાએ સી-17, આઈએલ-76 અને એવરો માલવાહક વિમાનને આ કામ માટે તહેનાત કર્યું છે ચિનૂક અને એમઆઈ-17 હેલીકોપ્ટરને તૈયાર અવસ્થામાં રાખવામાં આવ્યું છે.

 

Published On - 3:59 pm, Sat, 24 April 21