Coronavirus: ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધારે સંક્રામક નથી AY.1 અને AY.2 વેરિઅન્ટ, insacogએ દૂર કરી ચિંતા

|

Jul 15, 2021 | 9:29 AM

insacogએ જણાવ્યું હતું કે, AY.1 અથવા AY.2 ના ડેલ્ટા કરતા વધુ સંક્રમિત હોવાની સંભાવના નથી. તેઓ જૂન મહિનાથી સતત ભારતમાં ઉપલબ્ધ અનુક્રમણોના એક ટકા કરતા પણ ઓછા રહ્યા છે.

Coronavirus: ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધારે સંક્રામક નથી AY.1 અને AY.2 વેરિઅન્ટ, insacogએ દૂર કરી ચિંતા

Follow us on

ભારતીય Sars-Cov-2 જીનોમિક કન્સોર્ટિયમ (insacog) એ કહ્યું છે કે, કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટના ઉપ સ્વરુપો AY.1, AY.2 ની ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ સંક્રામક હોવાની સંભાવના નથી. insacog એ તાજેતરના બુલેટિનમાં એમ પણ કહ્યું હતું કે, AY.3 ને ડેલ્ટાની નવી પેટા-પ્રજાતિ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે. આ પરિવર્તન અંગે કંઈ નવું મહત્વનું નથી. તેમ છતાં, ઇન્સાકોગ તેના પર સતત નજર રાખશે.

insacogએ જણાવ્યું હતું કે, AY.1 અથવા AY.2 ના ડેલ્ટા કરતા વધુ સંક્રમિત હોવાની સંભાવના નથી. તેઓ જૂન મહિનાથી સતત ભારતમાં ઉપલબ્ધ અનુક્રમણોના એક ટકા કરતા પણ ઓછા રહ્યા છે. સાથે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના રત્નાગીરી અને જલગાંવ, મધ્યપ્રદેશના ભોપાલ અને તમિળનાડુમાં ચેન્નાઈમાં ચાર ‘ક્લસ્ટરો’માં તેના ઝડપથી પ્રસારના સંકેત નથી.

insacog કહ્યું કે, ભારતના તમામ ભાગોમાં તાજેતરના નમૂનાઓમાં ડેલ્ટા સ્વરુપ (B.1.617.2) મળી આવ્યું છે. વૈશ્વિક સ્તરે પણ આ ઝડપથી પ્રસરી રહ્યું છે. ભારતમાં આ વર્ષે માર્ચથી મે મહિના દરમિયાન કોરોના વાયરસની બીજી લહેરમાં ડેલ્ટા વેરિએન્ટના કારણે સંક્રમણ ઝડપથી ફેલાયું હતું. આ સ્વરુપને કારણે બાકીના વિશ્વમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

મહત્વનું છે કે, દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ વેક્સિનના ડોઝની સંખ્યા 39 કરોડને વટાવી ગઈ છે. બુધવારે સાંજે 7 વાગ્યા સુધીના આંકડા મુજબ 32.10 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, બુધવારે 18 થી 44 વર્ષની વય જૂથના 13,82,467 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને 1,57,660 લોકોને બીજો ડોઝ અપાયો હતો.

 

આ પણ વાંચો: BJPના આ સાંસદ પોતે વિમાન ઉડાવીને DMKના સાંસદ દયાનિધિ મારનને લઈ ગયા દિલ્લીથી ચેન્નઈ, જાણો આ રસપ્રદ કિસ્સો

આ પણ વાંચો: RBI એ Master Card ના નવા Debit અને Credit Card જારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો , જાણો શું છે કારણ? હાલના ગ્રાહકો પર શું પડશે અસર?

Next Article