Coronavirus : કેરળ પોલીસે ડાંસ દ્વારા કોવિડ-19 નિયમોનું પાલન કરવાની આપી સલાહ

|

Apr 29, 2021 | 5:38 PM

Coronavirus : દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને જોતા કેરળ પોલીસ સતત લોકોને કોવિડ-19ના નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહી છે. એવામાં હવે કેરળ પોલીસ પણ છે.કેરળ પોલીસે લોકોને જાગૃત કરવા એક નવી રીત અપનાવી છે. કેરળ પોલીસ એક વીડિયો દ્વારા લોકોને જાગૃત કરી રહી છે.

Coronavirus : કેરળ પોલીસે ડાંસ દ્વારા કોવિડ-19 નિયમોનું પાલન કરવાની આપી સલાહ
Kerala Police

Follow us on

Coronavirus : દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને જોતા કેરળ પોલીસ સતત લોકોને કોવિડ-19ના નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહી છે. એવામાં હવે કેરળ પોલીસ પણ છે.કેરળ પોલીસે લોકોને જાગૃત કરવા એક નવી રીત અપનાવી છે. કેરળ પોલીસ એક વીડિયો દ્વારા લોકોને જાગૃત કરી રહી છે.  વીડિયોમાં જોઇ શકાય છે કે કેરળ પોલીસના કેટલાક જવાનો રાત્રે પોતાની ગાડીઓ સામે ડાંસ કરે છે. આ વીડિયો હવે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે 9 પોલીસકર્મી યૂનિફોર્મ પહેરીને ડાંસ કરી રહ્યા છે. આ વીડિયોમાં કેટલીક મહિલાકર્મી પણ હાજર છે. કેરળ પોલીસ એન્જોય એનજામી ગીત પર ડાંસ કરી રહી છે. 1 મિનિટ 30 સેકન્ડના આ વીડિયોમાં પોલીસકર્મી લોકોને કોવિડ પ્રત્યે જાગૃત કરવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ પોતોના ડાંસ દ્વારા લોકોને માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવી રાખવાનું કહી રહ્યા છે અને હેન્ડ સેનિટાઇઝર ઉપયોગ કરવાનું ન ભૂલે તેમ કહી રહ્યા છે.

 

આ સાથે જ પોલીસકર્મી વીડિયો દ્વારા સંદેશ આપવાની કોશિશ કરી રહ્યા છે કે કોરોના વેક્સીન ચોક્કસથી લો. આપને જણાવી દઇએ કે આ પહેલીવાર નથી કે કેરળ પોલીસનો કોવિડ જાગૃતિ સાથે જોડાયેલો વીડિયો વાયરલ થયો હોય. ગયા વર્ષે પહેલી લહેર દરમિયાન માર્ચ 2020માં પણ કેરળ પોલીસના હેન્ડ વોશ ડાન્સે મોટી સંખ્યામાં લોકોને જાગૃત કરવાનું કામ કર્યુ હતું.  વીડિયો દ્વારા પોલીસકર્મી લોકોને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી નિર્ધારિત નિયમો પ્રમાણે હાથ ધોવાની સુરક્ષિત રીત બતાવતા દેખાઇ રહ્યા છે.

કેરળ પોલીસનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અત્યારસુધી 3 લાખથી વધારે વાર આ વીડિયો જોવાયો છે. વીડિયોને 9000 વાર શેયર કરવામાં આવ્યો છે જ્યારે 15 હજારથી વધારે લાઇક્સ પણ મળી ચૂક્યા છે. આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે આપણે મહામારી સામે મળીને લડવું જોઇએ. કેરળ પોલીસ હમેશા આપની સાથે છે.

Published On - 5:36 pm, Thu, 29 April 21

Next Video