Coronavirus: સંકટ સમયમાં MEIL તેલુગુ રાજ્યની મદદે, પ્લાન્ટ અને સિલિન્ડર આપી ઓક્સિજનની અછત કરશે પૂરી

|

May 12, 2021 | 2:12 PM

Coronavirus : ઓક્સીજનની અછતને પહોંચી વળવા અનેક સેવાભાવી સંસ્થાઓ સહિત અનેક કંપનીઓ આગળ આવી રહી છે ત્યારે Megha Engg.infra.Ltd (MEIL) કોવિડ-19 પ્રભાવિત તેલુગુ રાજ્યને ઓક્સિજન આપશે.

Coronavirus : કોરોના વાયરસનું  સંક્રમણ સતત વધી રહ્યુ છે વધતા સંક્રમણ દરમિયાન કોવિડ-19 દર્દીઓને ઓક્સીજન સહિત અનેક વસ્તુઓની અછત વર્તાઇ રહી છે.ત્યારે ત્યારે ઓક્સીજનની અછતને પહોંચી વળવા અનેક સેવાભાવી સંસ્થાઓ સહિત અનેક કંપનીઓ આગળ આવી રહી છે ત્યારે Megha Engg.infra.Ltd (MEIL) કોવિડ-19 પ્રભાવિત તેલુગુ રાજ્યને ઓક્સિજન આપશે.

આપને જણાવી દઇએ કે આ સાથે જ MEIL 500-600 ઓક્સીજન સિલિન્ડર હૉસ્પિટલને નિ:શુલ્ક આપશે. ઓક્સિજનનો કુલ જથ્થો  35 લાખ લિટરનો છે. મહત્વપૂર્ણ છે કે તેલગાંણા સરકારને આ માટે દરખાસ્ત મોકલી છે. તદુપરાંત DRDO સાથે મળીને MEIL 40 ઓક્સીજન પ્લાંટ બનાવશે. આપને જણાવી દઇએ MEIL ક્રાયોજેનિક ઓક્સીજન પ્લાંટ પણ ITC ભદ્રાંચલમાં સ્થાપિત કરશે અને ખાસ કરીને સ્પેનથી ક્રાયોજેનિક ઓક્સીજન ટેન્ક ઇમ્પોર્ટ કરશે.

 

આ સાથે જ MEILને નિઝામ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ,સરોજીની દેવી આંખ હોસ્પિટલ , અપોલો હૉસ્પિટલ સહિત અનેક હૉસ્પિટલ તરફથી ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરવા માટે વિનંતી કરવામાં આવી છે.બીજી તરફ MEILએ DRDOના સહકારથી જે ઓક્સીજન પ્લાંટ બનાવશે તે દરે પ્લાંટ 150-1000 લિટર ઓક્સિજન પ્રતિ મિનિટ ઉત્પાદન કરશે. DRDOના ડાયરેક્ટર Col.બી.એસ રાવતને આ પ્રોજેક્ટના સિનિયર વૈજ્ઞાનિક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે ડૉ. રઘુવેન્દ્ર રાઉ આ અભિયાનમાં કો-ઓર્ડિનેટ કરશે.

 

આપને જણાવી દઇએ કે MEIL અત્યારે 30 મેટ્રિક ટન ક્રાયોજેનિક ઓક્સિજનનું પ્રતિ દિવસ ઉત્પાદન કરે છે. આ જ પ્રકારનું  13-5-21 સુધી ITC ભદ્રાચલમમાં સ્થપાશે. ક્રાયોજેનિક ઓક્સિજનને ત્યારબાર લિક્વિડ ઓક્સિજનમાં ચિકિત્સક ઉપયોગ માટે રુપાંતરિત કરવામાં આવશે.

Published On - 12:27 pm, Wed, 12 May 21

Next Video