Corona Virus: સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ‘સરકાર ન કહે કે કેટલો ઓક્સિજન છે પણ એ કહે કે કેટલો સપ્લાય થયો’

|

May 03, 2021 | 10:34 PM

દેશમાં કોરોનાના કારણે બગડેલી પરિસ્થિતિ વચ્ચે સ્થિતિ દિવસેને દિવસે ભયાવહ થઈ રહી છે. દેશમાં હૉસ્પિટલ કોવિડ-19 દર્દીઓથી ફુલ છે. જ્યારે આના વિરુદ્ધ લડાઈમાં સંસાધનોની અછત વર્તાઈ રહી છે. હાલત એ થઈ ચુકી છે કે સતત હૉસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે વેન્ટિલેટર પર કોવિડ-19ના દર્દીઓ દમ તોડી રહ્યા છે.

Corona Virus: સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે સરકાર ન કહે કે કેટલો ઓક્સિજન છે પણ એ કહે કે કેટલો સપ્લાય થયો
સુબ્રમણ્યમ સ્વામી

Follow us on

Coronavirus: દેશમાં કોરોનાના કારણે બગડેલી પરિસ્થિતિ વચ્ચે સ્થિતિ દિવસેને દિવસે ભયાવહ થઈ રહી છે. દેશમાં હૉસ્પિટલ કોવિડ-19 દર્દીઓથી ફુલ છે. જ્યારે આના વિરુદ્ધ લડાઈમાં સંસાધનોની અછત વર્તાઈ રહી છે. હાલત એ થઈ ચુકી છે કે સતત હૉસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે વેન્ટિલેટર પર કોવિડ-19ના દર્દીઓ દમ તોડી રહ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કોરોનાના વિકરાળ રુપના કારણે જે સ્થિતિ છે તે અને ઓક્સિજનની ભારે અછત વચ્ચે ભાજપના રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકારને ઘેરી તેમણે સોમવારે ટ્વીટ કરી કહ્યું સરકારે એ કહેવાનું બંધ કરી દેવુ જોઈએ કે કેટલો ઓક્સિજન ઉપલબ્ધ હોય છે પણ તેમણે એ કહેવુ જોઈએ કે કેટલો આપણને સપ્લાય કર્યો છે અને કઈ કઈ હૉસ્પિટલમાં આને મોકલવામાં આવ્યો છે.

 

સ્વામીએ આગળ કહ્યું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સ્ટેન્ડિંગ કમિટી ફોર હેલ્થે ચેતવણી આપી હતી કે ઓક્સિજન સિલિન્ડર અને સપ્લાયની ભારે અછત છે. સરકારને આની કોઈ પરવાહ નથી. ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ઘણી ઘાતક છે.

 

દરરોજ બીમારોની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3 લાખ 68 હજાર નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. જ્યારે 3,417 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 3,00,732 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

 

રવિવારની તુલનામાં આજે કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે ભારતમાં 3,92,488 નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. જ્યારે 3,689 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 3,07,865 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

 

 

આ પણ વાંચો: Corona Virus: ભારતની મદદે આવ્યું ઈટલી એક ઓક્સિજન પ્લાન્ટ અને 20 વેન્ટીલેટર મોકલ્યા

Next Article