માર્ચમાં 50 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિને અપાશે કોરોના વેક્સિન

|

Feb 15, 2021 | 7:28 PM

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને ( Harsh Vardhan ) કહ્યુ છે કે, આગામી માર્ચ મહિનામાં 50 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિને કોરોનાની વેક્સિન ( Corona vaccine ) આપવાનું કામ શરુ કરાશે.

માર્ચમાં 50 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિને અપાશે કોરોના વેક્સિન
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન

Follow us on

ભારતમાં હાલ 19 કંપનીઓ વેક્સિનનું કરી રહી છે પરિક્ષણ, છેલ્લા 7 દિવસથી 188 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી

 

આગામી માર્ચ મહિનામાં 50 વર્ષથી મોટી ઉમરના વ્યક્તિને કોરોના વેક્સિન ( Corona vaccine ) આપવામાં આવશે. હાલ દેશમાં 18થી 19 કંપની કોવિડ વેક્સિન તૈયાર કરવાની કામગીરી કરી રહી છે. જેમાથી કેટલીક કંપનીઓ ક્લિનિકલ અને એડવાન્સ સ્ટેજ ટ્રાયલ માટેની કામગીરીમાં જોડાયેલી છે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને ( Harsh Vardhan ) કહ્યું કે, આગામી ત્રણ સપ્તાહ સુધીમાં 50 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિઓને કોરોના વેક્સિન ( Corona vaccine ) આપવામાં આવશે. હાલ દેશમાં બનેલી કોરોના વેક્સિન ( Corona vaccine ) વિશ્વના અન્ય 20 દેશને આપવામાં આવી છે. છેલ્લા સાત દિવસમાં 188 જિલ્લામાંથી એક પણ કોરોનાના કેસ સામે આવ્યો ના હોવાનુ જણાવીને હર્ષવર્ધને ( Harsh Vardhan ) કહ્યું કે, 21 જિલ્લામા તો 21 દિવસથી એક પણ કેસ નથી. તેમણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનો આગ્રહ રાખતા કહ્યું કે જે લોકો માસ્ક પહેરતા હોય અને યોગ્ય અંતર જાળવતા હોય તેઓએ સોશિયલ વેક્સિન લીધી કહેવાય.

Next Article