Corona Vaccination : રાજ્યો પાસે કોરોના વેક્સિનના 56 કરોડથી પણ વધારે ડોઝ, આરોગ્ય મંત્રાલયે આપી જાણકારી

|

Aug 15, 2021 | 11:46 PM

દેશભરમાં કોરોનાના 36,083 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ અનુસાર, છેલ્લાં 24 કલાકમાં 37,927 લોકો કોરોનામાંથી સાજા થયાં છે

Corona Vaccination : રાજ્યો પાસે કોરોના વેક્સિનના 56 કરોડથી પણ વધારે ડોઝ, આરોગ્ય મંત્રાલયે આપી જાણકારી
સાંકેતીક તસવીર

Follow us on

Corona Vaccine: દેશમાં  રાજ્યો પાસે કોરોના રસીના 56 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે  આરોગ્ય મંત્રાલયે આ મહત્વની  માહિતી આપી હતી. દેશભરમાં કોરોના વાયરસના (Corona Virus)  36,083 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 37,927 લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (Ministry of Health and Family Welfare) માહિતી આપી કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 56 કરોડથી વધુ (56,76,14,390) વધારે વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે અને 5,00,240 ડોઝ હજુ પાઇપલાઇનમાં છે. આ ડોઝ વહેલામાં વહેલી તકે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પહોચાડવામાં આવશે.

જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ ડોઝમાંથી વેસ્ટેજ ડોઝની પણ ગણતરી કરવામાં આવે તો કુલ 54,02,53,875 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ ઉપરાંત, 3.03 કરોડથી વધારે (3,03,90,091) બાકી અને અનયુઝ્ડ કોવીડ વેકસીનના ડોઝ હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે.

રસીકરણ અભિયાન ઝડપી બનાવવા પર મુકાયો ભાર

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ની આશંકાને  ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રસીકરણ પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂકી રહી છે. દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે અને શક્ય તેટલા લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે, જેથી કોરોનાથી થતા નુકસાનને અટકાવી શકાય.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મફત કોરોના રસીઓ આપીને રસીકરણ ઝડપી બનાવવાનું સતત  સમર્થન કરી રહ્યું છે.

શું છે દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ ? 

દેશભરમાં કોરોનાના 36,083 નવા કેસ નોંધાયા છે. જ્યારે  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ અનુસાર, છેલ્લાં 24 કલાકમાં 37,927 લોકો કોરોનામાંથી સાજા થયાં છે અને 493 લોકોનાં મોત નોંધાયા છે.

નવાં કેસોમાં, સંક્રમણનો દર 1.73 ટકા નોંધાયો હતો. આ દરમિયાન, દેશભરમાં સક્રિય કેસ (Active Case) એટલે કે સારવાર હેઠળ લોકોની સંખ્યા 3,85,336 પર પહોંચી ગઈ છે.

રસીકરણની  વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસ સામે લડવાં માટે  વેકસિનેશનનો આંક   54,38,46,290 ને વટાવી  ગયો છે. રિપોર્ટ અનુસાર, દેશમાં 73,50,553 લોકોને છેલ્લાં 24 કલાકમાં રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Mumbai Local Train : મુંબઈગરાઓ માટે લોકલ ટ્રેન ફરી થઇ શરૂ, વેક્સીનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો જ કરી શકશે મુસાફરી

આ પણ વાંચો : Indian Railway News: હવે મુંબઈથી દિલ્હી ટ્રેનમાં પહોંચતા 12 કલાક લાગશે, જાણો કઈ રીતે

Published On - 11:43 pm, Sun, 15 August 21

Next Article