કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયાએ કહ્યું, દેશમાં 78 ટકા લોકોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

|

Nov 01, 2021 | 7:15 PM

Vaccination In India : થોડા સમય પહેલા જ દેશમાં કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને પાર કરી ગયો છે. ત્યારબાદ પણ વધુને વધુ લોકોને રસી આપવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયાએ કહ્યું, દેશમાં 78 ટકા લોકોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
Corona vaccination update : 78 percent population received first dose said mansukh mandaviya

Follow us on

DELHI : દેશમાં કોરોના (CORONA) સામે રસીકરણ (VACCINATION) અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા જ દેશમાં કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને પાર કરી ગયો છે. ત્યારબાદ પણ વધુને વધુ લોકોને રસી આપવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. આ ક્રમમાં અત્યાર સુધીમાં 78 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ આ અંગે માહિતી આપી છે.

એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, દેશની 78 ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 35 ટકા વસ્તીએ બીજો ડોઝ લીધો છે. મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં અત્યાર સુધીમાં 106.31 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12514 નવા કેસ નોંધાયા છે જ્યારે 251 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1.58 લાખ પર આવી ગયા છે. મંત્રાલયે માહિતી આપી હતી કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 12,718 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, ત્યારબાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,36,68,560 (3 કરોડ 36 લાખ 68 હજાર 560) થઈ ગઈ છે.

દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 3,42,85,814 (3 કરોડ 42 લાખ 85 હજાર 814) થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગને કારણે અત્યાર સુધીમાં 4,58,437 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસના 12,514 નવા કેસ અને 251 મૃત્યુમાં 7,167 નવા કેસ અને કેરળમાંથી 14 મૃત્યુનો સમાવેશ થાય છે.

ભારતના કોરોના રસીકરણ પ્રમાણપત્રને વધુ 5 દેશોએ માન્યતા આપી
ભારતના કોરોના રસીકરણ પ્રમાણપત્રને વધુ 5 દેશો દ્વારા માન્યતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોમવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.તેમણે કહ્યું, “એસ્ટોનિયા, કિર્ગિસ્તાન, પેલેસ્ટાઈન, મોરેશિયસ અને મોંગોલિયા સહિત પાંચ વધુ દેશોએ ભારતના રસીકરણ પ્રમાણપત્રને માન્યતા આપી છે.”

Next Article