ભયાનક પરિસ્થિતિ: દર 10 મિનીટમાં લગભગ 15 કોરોના દર્દીઓનું થયું મૃત્યુ, આંકડા ચોંકાવનારા

|

Apr 23, 2021 | 11:07 AM

દેશમાં કોરોના કોરોના સંક્રમણની સ્થિતિ ભયાનક સ્વરૂપ લઈ રહી છે. કોરોનાની ખતરનાક સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે 5 થી 6 ટકા દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલા જ મરી રહ્યા છે.

ભયાનક પરિસ્થિતિ: દર 10 મિનીટમાં લગભગ 15 કોરોના દર્દીઓનું થયું મૃત્યુ, આંકડા ચોંકાવનારા
File Image (PTI)

Follow us on

દેશમાં કોરોના કોરોના સંક્રમણની સ્થિતિ ભયાનક સ્વરૂપ લઈ રહી છે. દરરોજ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલોમાં બેડ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને મોટાભાગનાં રાજ્યોમાં ઓક્સિજનની અછત અનુભવાઈ રહી છે. કોરોનાની ખતરનાક સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે 5 થી 6 ટકા દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલા જ મરી રહ્યા છે.

તે જ સમયે, હોસ્પિટલમાં બેડ મેળવતા દર્દીઓમાંના 20 ટકા દર્દીઓ 7 થી 12 કલાકમાં મરી રહ્યા છે. છેલ્લા એક દિવસમાં દેશમાં કોરોનાને કારણે 2104 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. જો તમે કોરોનાના આંકડા જુઓ, તો દર મિનિટે એક કરતા વધુ દર્દી કોરોનાથી મરી રહ્યા છે. આંકડા પ્રમાણે છેલ્લા એક દિવસની સરેરાસ જોવા જઈએ તો ડર 10 મિનીટમાં લગભગ 15 લોકોનું મૃત્યુ થઇ રહ્યું છે.

અહેવાલ અનુસાર છેલ્લા 15 દિવસથી દેશના જુદા જુદા રાજ્યોમાં આવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, અમદાવાદ, કોચી, લખનઉ, ચંદીગઢ, રાયપુર, ભોપાલ, ઇન્દોર સહિતના અનેક શહેરોમાં ઓક્સિજનની માંગમાં 40 ટકાનો વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના અહેવાલ મુજબ 12 થી 21 એપ્રિલની વચ્ચે કોરોનાનું કહેર તૂટી પડ્યું છે. પરિસ્થિતિ એ છે કે હોસ્પિટલમાં બેડ મેળવ્યા પછી પણ, દરેક પાંચમો વ્યક્તિ 12 કલાકમાં મરી રહ્યો છે. જ્યારે પહેલાના અઠવાડિયામાં, પરિસ્થિતિ એવી હતી કે 25 થી 30 ટકા દર્દીઓનું મૃત્યુ 48 કલાકમાં જ થઇ રહ્યું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મૃત્યુનું મુખ્ય કારણ ઓક્સિજનનો અભાવ

અહેવાલ અનુસાર ઓક્સિજનના અભાવને કારણે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સ્થિતિ ઝડપથી બગડી રહી છે. મૃત હાલતમાં હોસ્પિટલોમાં આવતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે. એનસીડીસીના અહેવાલ મુજબ ભારતમાં 40% મૃત્યુ હોસ્પિટલમાં દાખલ થયાના 72 કલાકની અંદર થાય છે. તે જ સમયે, દર ચારમાંથી એક મૃત્યુ હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકની અંદર થાય છે.

 

આ પણ વાંચો: ચોરી કરેલી વેક્સિન પાછી મુકતાં ચોરે લખ્યું – ‘સોરી, ખબર ન હતી કોરોનાની વેક્સિન છે’

Next Article