કોરોના: Monoclonal Antibody Therapy નીવડી શકે છે કારગર, 12 કલાકમાં સ્વસ્થ થયા દર્દી

|

Jun 10, 2021 | 9:37 AM

કોરોનાના ઈલાજ માટે મોનોક્લોનલ એન્ટિબોડી થેરેપીનો (Monoclonal Antibody Therapy) ઉપયોગ અસરકારક માનવામાં આવે છે, તેની શરૂઆત ભારતમાં પણ થઈ ગઈ છે.

કોરોના: Monoclonal Antibody Therapy નીવડી શકે છે કારગર, 12 કલાકમાં સ્વસ્થ થયા દર્દી
રચનાત્મક તસ્વીર

Follow us on

કોરોના વાયરસ (Coronavirus) ને હરાવવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસની સારવાર માટે દરરોજ નવા અભ્યાસ બહાર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોનાના ઈલાજ માટે મોનોક્લોનલ એન્ટિબોડી થેરેપીનો (Monoclonal Antibody Therapy) ઉપયોગ અસરકારક માનવામાં આવે છે, તેની શરૂઆત ભારતમાં પણ થઈ ગઈ છે. સારી વાત એ છે કે તેના પ્રારંભિક પરિણામો સકારાત્મક જોવા મળ્યા છે.

મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલના હકારાત્મક પરિણામો

ગંગારામ હોસ્પિટલના ડોક્ટરોએ કોરોનાના દર્દીઓને મોનોક્લોનલ એન્ટિબોડી થેરેપી આપી હતી. ડોકટરોના જણાવ્યા મુજબ, કોવિડ 19 માટેની મોનોક્લોનલ એન્ટિબોડી ઉપચારથી 12 કલાકની અંદર કોવિડ -19 ના બે દર્દીઓના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. સર ગંગારામ હોસ્પિટલ (SGRH) ના તબીબી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો.પૂજા ખોસલાએ જણાવ્યું હતું કે 36 વર્ષિય આરોગ્ય કાર્યકર તીવ્ર તાવ, ઉધરસ, માંસપેશીઓમાં દુખાવો, આત્યંતિક નબળાઇ અને શ્વેત રક્તકણોની અભાવથી પીડિત હતા. બીમારીના છઠ્ઠા દિવસે મંગળવારે તેમને મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ આપવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પ્રથમ દર્દીના સ્વાસ્થ્યમાં 8 કલાકમાં સુધારો થયો

ડોક્ટર પૂજા ખોસલાએ જણાવ્યું હતું કે આવા લક્ષણોવાળા દર્દીઓ મધ્યસ્થ કરતા વધુ ગંભીર હાલતમાં પહોંચે છે. આ કિસ્સામાં, દર્દીને 5 દિવસ સુધી તીવ્ર તાવ આવ્યો હતો અને વ્હાઇટ બ્લડ સેલ્સનું સ્તર ઘટીને 2,600 થઈ ગયું હતું. આ પછી તેને મોનોક્લોનલ એન્ટિબોડી થેરાપી આપવામાં આવી હતી, જે પછી 8 કલાક પછી તેની તબિયતમાં સુધારો થયો. દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

બીજો દર્દી 12 કલાકમાં સ્વસ્થ થઈ ગયો

મોનોક્લોનલ એન્ટિબોડી, એ એન્ટિબોડીની એક કોપી છે, જે એક ચોક્કસ એન્ટિજનને ટાર્ગેટ કરે છે. આ ઉપચારનો ઉપયોગ અગાઉ ઇબોલા અને એચ.આય.વી. માં કરવામાં આવ્યો હતો. તે જ સમયે બીજા કેસમાં 80 વર્ષના આર.કે. રાજદાન ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડાઈ રહ્યા હતા. તેમજ તે તીવ્ર તાવ અને ખાંસીથી પણ પીડાઈ રહા હતા. હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘સીટી સ્કેનથી હળવા બીમારીની પુષ્ટિ થઈ છે. પાંચમા દિવસે તેને REGN-COV2 આપવામાં આવી હતી. દર્દીના સ્વાસ્થ્યમાં 12 કલાકની અંદર સુધારો થયો.

 

આ પણ વાંચો: જૂનના પહેલા અઠવાડિયામાં વીજ વપરાશમાં 12.6 ટકાનો વધારો થયો , અર્થતંત્ર માટે રિકવરીના સંકેત

આ પણ વાંચો: કોરોના વેક્સીન લેવામાં આળસ બિમારીના જોખમ ઉપરાંત આ મુશ્કેલીઓમાં વધારો કરશે, જાણો શું છે મામલો

Published On - 9:30 am, Thu, 10 June 21

Next Article