Corona Cases In Delhi: કોરોના મહામારીની ઝપેટમાં દિલ્હી, રસીકરણ ન કરાવનારાઓને સૌથી વધુ થઈ અસર

|

Jan 28, 2022 | 7:27 AM

જ્યાં આજે કોરોનાના તાજેતરના કેસોમાં ઘટાડાથી રાહત મળી છે, ત્યારે મૃત્યુના આંકડાએ ફરી ચિંતા વધારી છે. 4,291 નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ વધીને 33,175 થઈ ગયા છે.

Corona Cases In Delhi: કોરોના મહામારીની ઝપેટમાં દિલ્હી, રસીકરણ ન કરાવનારાઓને સૌથી વધુ થઈ અસર
delhi corona cases ( File photo)

Follow us on

દિલ્હીમાં (Delhi) કોરોનાને (Corona) કારણે 13થી 15 જાન્યુઆરીની વચ્ચે કુલ 89 દર્દીઓના મોત થયા હતા, જેમાંથી માત્ર 36 ટકા લોકોએ રસીના બંને ડોઝ લીધા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર 13થી 25 જાન્યુઆરીની વચ્ચે કોરોનાને કારણે કુલ 438 દર્દીઓના મોત થયા હતા, જેમાંથી 94 દર્દીઓ એવા હતા જેમના મૃત્યુનું મુખ્ય કારણ વાયરસનું સંક્ર્મણ હતું. માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે જીવ ગુમાવનારા મોટાભાગના દર્દીઓ કિડની, કેન્સર અને ફેફસાં સંબંધિત અન્ય જીવલેણ રોગોથી પીડિત હતા.

દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર 1 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી વચ્ચે કુલ 2,503 સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી હતી, જેમાંથી 79 ટકા સેમ્પલમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ હતી. કોરોના મહામારીના બીજા ગંભીર લહેર દરમિયાન તબાહી મચાવનાર વાયરસના ડેલ્ટા વેરિઅન્ટની 13.70 ટકા નમૂનાઓમાં પુષ્ટિ થઈ હતી.

બીજી તરફ ગુરુવારે દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. ગુરુવારે કોરોનાના 4,291 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, બુધવારે દિલ્હીમાં કોરોનાના 7,498 નવા કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે કોરોનાના 6,028 નવા કેસ નોંધાયા હતા. દિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે 34 દર્દીઓના મોત થયા છે. જ્યાં કોરોનાના તાજેતરના કેસોમાં ઘટાડાથી રાહત મળી છે, ત્યારે મૃત્યુઆંકે ફરી ચિંતા વધારી છે. 4,291 નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ વધીને 33,175 થઈ ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

એક્ટિવ કેસની સંખ્યા 13 દિવસમાં અડધી થઈ ગઈ

ગત 13 જાન્યુઆરીના રોજ 94,160 પર પહોંચ્યા બાદ દિલ્હીમાં એક્ટિવ કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા માત્ર 13 દિવસમાં અડધી થઈ ગઈ છે. તે જ સમયે કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા અડધી કરવામાં 21 દિવસનો સમય લાગ્યો. જો કે કોરોનાની ત્રીજી લહેરમાં 13 જાન્યુઆરીએ એક્ટિવ કેસની સંખ્યા વધીને 94,160 થઈ ગઈ, જે બુધવારે ઘટીને 39 હજાર થઈ ગઈ. જોકે, કોરોનાની બીજી લહેર દરમિયાન સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 28 એપ્રિલના રોજ વધીને 99,752 થઈ ગઈ હતી, જે 19 મેના રોજ ઘટીને 45,047 થઈ ગઈ હતી.

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ ગુરુવારે ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન હવે 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : On This Day: આજના દિવસે જ અમેરિકાનું અવકાશયાન ‘ચેલેન્જર’ થયું હતું ક્રેશ, તમામ 7 અવકાશયાત્રીના થયા હતા મોત

આ પણ વાંચો : Pakistan Terrorist Attack: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી હુમલામાં 10 સૈનિક થયા શહિદ, એક આતંકવાદી ઠાર

Next Article