Booster Dose: દેશમાં આજથી કોરોનાનો બૂસ્ટર ડોઝ થશે શરૂ, આરોગ્ય કર્મચારીઓ સહિત આ લોકોનો છે સમાવેશ

|

Jan 10, 2022 | 7:13 AM

ગત મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર સંબોધનમાં નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ત્રીજી રસી તરીકે પ્રિકોશન ડોઝની જાહેરાત કરી હતી.

Booster Dose: દેશમાં આજથી કોરોનાનો બૂસ્ટર ડોઝ થશે શરૂ, આરોગ્ય કર્મચારીઓ સહિત આ લોકોનો છે સમાવેશ
Booster Dose

Follow us on

કોરોનાની (Corona) ત્રીજી લહેર વચ્ચે આજથી દેશમાં બુસ્ટર ડોઝ (booster dose) લગાવવાનું શરૂ થશે. આજથી દેશમાં આરોગ્ય કર્મચારીઓ (health workers) અને ફ્રન્ટલાઈન વર્કર્સ (frontline workers) અને અન્ય ગંભીર બીમારીઓથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસીનો પ્રિકોશન ડોઝ (precaution dose) એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

જેથી ઓમિક્રોન વેરિઅન્ટના (omicron variant) કારણે કોરોના વાઈરસને નિયંત્રિત કરી શકાય છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને ફ્રન્ટલાઈન કર્મચારી તરીકે ગણવામાં આવે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રવિવારે ટ્વિટ કર્યું હતું કે એક કરોડથી વધુ ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકોને એસએમએસ મોકલીને સાવચેતીના ડોઝ માટે યાદ અપાવવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક અંદાજ મુજબ, 1.05 કરોડ હેલ્થ વર્કર્સ, 1.9 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના 2.75 કરોડ લોકો અન્ય ગંભીર બીમારીઓથી પીડિત લોકોને પ્રોગ્રામ મુજબ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

કઈ રસી આપવામાં આવશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને રાષ્ટ્રને તેમના સંબોધનમાં નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ત્રીજી રસી તરીકે સાવચેતીના ડોઝની રજૂઆતની જાહેરાત કરી હતી. એમ પણ કહ્યું કે આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

તે જ રસી બુસ્ટર ડોઝમાં આપવામાં આવશે જે પ્રથમ બે ડોઝમાં આપવામાં આવી હશે. જો covaxinના પ્રથમ બે ડોઝ લેવામાં આવે તો ત્રીજો ડોઝ પણ covaxinનો લેવામાં આવશે. તેવી જ રીતે, જો પ્રથમ બે ડોઝ કોવિશિલ્ડના લીધા છે છે તો ત્રીજો ડોઝ પણ કોવિશિલ્ડનો જ લેવાનો રહેશે.

બૂસ્ટર અને પ્રિકોશન ડોઝમાં શું છે ફેરફાર

જે રીતે રસીના પ્રથમ અને બીજા ડોઝ પછી વેક્સિનેશનનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. તેવી જ રીતે બૂસ્ટર ડોઝનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. રસીનો આ બૂસ્ટર ડોઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી તેને ચૂકશો નહીં. કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટે તેની જરૂરિયાત વધારી દીધી છે.

આ દિવસોમાં બૂસ્ટર ડોઝની સાથે પ્રિકોશન ડોઝની પણ ચર્ચા છે. ઘણા લોકો માને છે કે આ બંને અલગ છે. હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૂસ્ટર ડોઝને બદલે પ્રિકોશન ડોઝનો ઉપયોગ કર્યો હતો. આ કારણે પ્રિકોશન ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ ડોકટરોએ કહ્યું કે બૂસ્ટર અને પ્રિકોશન ડોઝનો અર્થ એક જ છે.

આ પણ વાંચો : Anil Ambani ની કંપની અને દિલ્લી મેટ્રો વચ્ચેના આ વિવાદના કારણે કરદાતાઓને રોજનું પોણા બે કરોડનું નુકસાન

આ પણ વાંચો : Share Market ની Top 10 કંપનીઓમાંથી 8ના માર્કેટ કેપમાં 2.50 લાખ કરોડ રૂપિયાનો વધારો, જાણો કોણ છે નંબર 1

Next Article