Corona : છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો, ભારતમાં નવા 38,079 કેસ સામે આવ્યા

|

Jul 17, 2021 | 8:50 PM

સૌથી વધુ 13,750 કેસ કેરળમાં મળ્યાં છે. જ્યારે મહારાષ્ટ્રમાં 7,761, આંધ્રમાં 2,345, તમિળનાડુમાં 2,312 અને ઓડિશામાં 2,070 કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 560 લોકોનાં મોત થયાં.

Corona : છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો, ભારતમાં નવા 38,079 કેસ સામે આવ્યા
corona update india

Follow us on

કોરોનાની બીજી લહેર હજુ ખત્મ નથી થઈ. ત્યાં જ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38,079 કેસ મળ્યા છે. 5 રાજ્યોમાં મળેલા નવા કેસોમાંથી 74.16% કેસ મળી આવ્યા છે. એકલા કેરળમાં 36.11% કેસ મળી આવ્યાં જે ખૂબ ચિંતાજનક છે.

સૌથી વધુ 13,750 કેસ કેરળમાં મળ્યાં છે. જ્યારે મહારાષ્ટ્રમાં 7,761, આંધ્રમાં 2,345, તમિળનાડુમાં 2,312 અને ઓડિશામાં 2,070 કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 560 લોકોનાં મોત થયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 167 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે કેરળમાં આ મહામારીને કારણે 130 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે,ભારતમાં રીકવરી રેટ વધીને 97.31% થયો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,916 દર્દીઓ સાજા થયા. દેશમાં અત્યાર સુધીમાં 2.૦2 કરોડ દર્દીઓ સાજા થયા છે. હાલમાં દેશમાં 4,24,025 સક્રિય કેસ છે, છેલ્લા 24 કલાકમાં,  6,397 નો સક્રિય કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.

આરોગ્ય મંત્રાલયે પણ વધેલા કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી તેમજ બાળકો માટે આ ચેપ ખતરારૂપ હોય શકે છે તેવી ચેતવણી પણ આપી હતી. દેશની કોરોનાની સ્થિતિ અંગે થયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકોને વાયરસથી બચાવવા માટે યોગ્ય આયોજનની જરૂર છે.

આ સાથે લવ અગ્રવાલે કહ્યું કે, માસ્કના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજી લહેર હજુ ખતમ નથી થઈ લોકોએ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવું જોઈએ. તેમજ રાજ્ય સરકારોએ પણ ત્રીજી લહેરની તૈયારી માટે આરોગ્યની માળખાગત સુવિધાઓને અદ્યતન બનાવવી જોઈએ.

છેલ્લા 24 કલાકમાં, દેશમાં 42,12,557 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. દેશમાં અત્યાર સુધીમાં 39,96,95,879 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ત્રીજી લહેરની સંભાવના છે ત્યારે બાળકોને વહેલી તકે રસી મળી શકે એવા પ્રયત્નો સરકાર પણ કરી રહી છે.સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારત બાયોટેકની રસી કોવાક્સિનને 12થી 18 વર્ષની વયના લોકો પર ટ્રાયલ માટે પણ મંજૂરી આપવામાં આવી છે અને બાળકો માટે જલ્દી જ વેક્સિન ઉપલબ્ધ થશે.

દેશમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ સતત 5% કરતા ઓછો છે. હાલમાં તે 2.10% છે. ત્યારે દૈનિક પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ તો, તે સતત 26માં દિવસે 3% કરતા ઓછું રહ્યું. અત્યારે પોઝિટિવિટી રેટ 1.91% છે. દેશમાં દરરોજ 44.20 કરોડ સુધી જેટલા ટેસ્ટ કરવામાં આવે છે.

 

 

 

Next Article