દેશની સૌથી સસ્તી વેક્સિન હશે Corbevax, કેન્દ્ર સરકારે પ્રિ-બુક કરાવ્યા 30 કરોડ ડોઝ, જાણો કિંમત

|

Jun 05, 2021 | 11:16 AM

અહેવાલ અનુસાર વેક્સિનના સકારાત્મક પરિણામ જોતા ભારત સરકારે 30 કરોડ ડોઝનું પ્રિ-બુકિંગ કર્યું છે. જેના માટે કેન્દ્ર તરફથી પ્રતિ ડોઝ 50 રૂપિયા એટલે કે 1500 રૂપિયા પણ આપવામાં આવ્યા છે.

દેશની સૌથી સસ્તી વેક્સિન હશે Corbevax, કેન્દ્ર સરકારે પ્રિ-બુક કરાવ્યા 30 કરોડ ડોઝ, જાણો કિંમત
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

બાયોલોજીકલ ઈની વેક્સિન કોર્બેવેક્સ (Corbevax) ચર્ચામાં આવી છે. જો આ વેક્સિનને મંજુરી મળી જાય છે તો આ વેક્સિન દેશમાં ઉપલબ્ધ સૌથી સસ્તી વેક્સિન હશે. જી હા ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર કોર્બેવેક્સના બંને ડોઝની કિંમત 400 રૂપિયાથી ઓછી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાયોલોજીકલ ઈની ડાયરેક્ટર મહિલા દતલાએ એક ઇન્ટરવ્યુમાં આ વિશે સંકેત આપ્યા હતા. જોકે હજુ કિંમત જાહેર કરવાનું બાકી છે.

સૌથી સસ્તી વેક્સિન

તમને જણાવી દઈએ કે સીરમની કોવિશિલ્ડ વેક્સિન રાજ્ય સરકારોને 300 રૂપિયા પ્રતિ ડોઝ પડી રહી છે. જ્યારે ખાનગી હોસ્પિટલો માટે તેના 600 રૂપિયા છે. જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિનની વાત કરીએ તો એક ડોઝ રાજ્ય સરકારને 400 રૂપિયામાં તેમજ ખાનગી હોસ્પિટલોને 1200 રૂપિયામાં મળે છે. વાત કરીએ રશિયન સ્પુતનિક વિનીતો તેની કિંમત 995 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કોર્બેવેક્સનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. અને આના પરિણામ સકારાત્મક છે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

30 કરોડ વેક્સિનનું પ્રિ-બુકિંગ

અહેવાલ અનુસાર વેક્સિનના સકારાત્મક પરિણામ જોતા ભારત સરકારે 30 કરોડ ડોઝનું પ્રિ-બુકિંગ કર્યું છે. જેના માટે કેન્દ્ર તરફથી પ્રતિ ડોઝ 50 રૂપિયા એટલે કે 1500 રૂપિયા પણ આપવામાં આવ્યા છે. આ વેક્સિનની કિંમત પર ડોક્ટર મારિયા એલેના બોટાજીએ સૌ પ્રથમ સંકેત આપ્યા હતા. તેઓ ટેક્સાસની બાયલર કોલેજ ઓફ મેડિસિન (બીસીએમ) ખાતે નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિન (એનએસટીએમ) ના સહયોગી ડીન છે. તેમણે કહ્યું હતું કે હેપેટાઇટિસ બી રસી અને પરંપરાગત તકનીકનો ઉપયોગ કરીને માત્ર 1.5 ડોલર પ્રતિ ડોઝ (લગભગ 110 રૂપિયા) માં વેક્સિનનું ઉત્ત્પાદન થઇ શકે છે.

ઈમરજન્સી યુઝ માટે ઓગસ્ટમાં મળી શકે છે મંજુરી

બાયોલોજિકલ ઇ સાથે રીસેપ્ટર બઈડીંગ ડોમેન (આરબીડી) પ્રોટીન વેક્સિન માટે બીસીએમ સાથે સહયોગ કરી રહ્યું છે. જો કે બાયોલોજિકલ ઇએ છેલ્લા બે મહિનામાં રસીનું ઉત્પાદન પણ શરૂ કર્યું છે. દતલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કંપની ઓગસ્ટ મહિનામાં 75-80 મિલિયન ડોઝ ઉત્પન્ન કરવાની સ્થિતિમાં હશે. જો રસીને જુલાઈ-ઓગસ્ટ સુધીમાં EUA મળી જશે તો તે રસીની અછતને ઘણી હદ સુધી ઘટાડી શકે છે.

 

આ પણ વાંચો: સામાન્ય જ્ઞાન: જીન્સમાં કેમ હોય છે નાના ખિસ્સા? ઈતિહાસ સાથે સંકળાયેલું છે કારણ, જાણો

આ પણ વાંચો: વેક્સિન કૌભાંડના આરોપોમાં ફસાયેલી પંજાબ સરકારે પ્રાઈવેટ હોસ્પિટલોને કહ્યું – પાછો આપી દો સ્ટોક

Next Article