કાશ્મીર પર વિવાદાસ્પદ લેખ પ્રકાશિત કરતા અનુરાગ ઠાકુર NYT પર ભડક્યા, કહ્યું ભારત વિરુદ્ધ થઈ રહ્યો છે પ્રચાર

|

Mar 10, 2023 | 3:06 PM

ન્યૂયોર્ક ટાઈમ્સે તેના એક લેખમાં કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા અંગે વિવાદાસ્પદ લેખ પ્રકાશિત કર્યો છે. જેને લઈને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ગુસ્સે થયા છે.

કાશ્મીર પર વિવાદાસ્પદ લેખ પ્રકાશિત કરતા અનુરાગ ઠાકુર NYT પર ભડક્યા, કહ્યું ભારત વિરુદ્ધ થઈ રહ્યો છે પ્રચાર
Anurag Thakur

Follow us on

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા પર પ્રકાશિત થયેલા એક લેખ માટે ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ને ઠપકો આપ્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ લેખને તોફાની અને કાલ્પનિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ એ ભારત વિશે કંઈપણ પ્રકાશિત કરતી વખતે તટસ્થતાના તમામ દાવાઓ લાંબા સમય પહેલા છોડી ચૂક્યા છે.

PM વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે

ટ્વીટ કરીને, કેન્દ્રીય મંત્રીએ કહ્યું, કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા પર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’નો કહેવાતો અભિપ્રાય ભારત અને તેની લોકશાહી વિશે પ્રચાર ફેલાવવાનો એક તોફાની અને કાલ્પનિક માર્ગ છે. તેમણે વધુમાં કહ્યું કે “ધ ન્યૂયોર્ક ટાઈમ્સ” અને કેટલાક અન્ય વિદેશી મીડિયા ભારત અને આપણા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. આવું જૂઠ લાંબો સમય ચાલી શકતું નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઠાકુરે કહ્યું કે, ભારતમાં લોકશાહી છે અને આપણે ઘણા પરિપક્વ છીએ અને આપણે આવા એજન્ડા-સંચાલિત મીડિયા પાસેથી લોકશાહીનું વ્યાકરણ શીખવાની જરૂર નથી. કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા વિરુદ્ધ એનવાયટી દ્વારા ફેલાવવામાં આવેલ આ જુઠ્ઠાણું નિંદનીય છે. ભારતની જનતા આવી માનસિકતાને આ ધરતી પર પોતાનો એજન્ડા ચલાવવા દેશે નહીં.

 ન્યૂયોર્ક ટાઈમ્સની કાઢી ઝાંટકણી

ખરેખર, ન્યૂયોર્ક ટાઈમ્સના ઓપિનિયન પીસ કોલમાં એક વિવાદાસ્પદ લેખ પ્રકાશિત થયો હતો. જેમાં કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા અંગે કેન્દ્ર સરકારના વલણ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ટ્વિટમાં અનુરાગે લખ્યું કે, ‘કેટલાક વિદેશી મીડિયા ભારત અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લાંબા સમયથી આપણા લોકતંત્ર અને બહુમતીવાદી સમાજ વિશે જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

તેમણે આગળ લખ્યું, ‘ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અન્ય મૂળભૂત અધિકારોની જેમ પવિત્ર છે. ભારતમાં લોકશાહી અને આપણે લોકો ખૂબ જ પરિપક્વ છીએ. આવા એજન્ડા સંચાલિત મીડિયા પાસેથી આપણે લોકશાહીનું વ્યાકરણ શીખવાની જરૂર નથી. કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા વિરુદ્ધ એનવાયટી દ્વારા ફેલાવવામાં આવેલું જુઠ્ઠાણું નિંદનીય છે. ભારતીયો આવી માનસિકતાને ભારતની ધરતી પર પોતાનો નિર્ણાયક એજન્ડા ચલાવવા દેશે નહીં.

કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા વિવાદ સ્પદ લેખ પ્રકાશિત કરયો

ન્યૂયોર્ક ટાઈમ્સે તેના એક લેખમાં કાશ્મીરમાં પ્રેસની સ્વતંત્રતા અંગે વિવાદાસ્પદ લેખ પ્રકાશિત કર્યો છે. તેમાં ઉમેર્યું હતું કે, “જો મોદી માહિતી નિયંત્રણના કાશ્મીર મોડલને દેશના અન્ય ભાગોમાં રજૂ કરવામાં સફળ થાય છે, તો તે માત્ર પ્રેસની સ્વતંત્રતા જ નહીં, પરંતુ ભારતીય લોકશાહીને પણ જોખમમાં મૂકશે.”

Next Article