રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી પુરે પુરુ જોર લગાવી રહી છે. રાજસ્થાનમાં મતદાન 25મી નવેમ્બરે થવાનું છે. ત્યારે કોંગ્રેસે મતદાનના ચાર દિવસ પહેલા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને રીઝવવા માટે એક મોટું પગલું કોંગ્રેસ તરફથી ભરવામાં આવ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે જો રાજ્યમાં ફરીથી તેમની સરકાર બનશે તો તે સ્વામિનાથનના રિપોર્ટના આધારે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની બાંયધરી આપતો કાયદો લાગુ કરીશુ.
રાજસ્થાન એ પહેલું રાજ્ય છે જ્યાં કોંગ્રેસે રાષ્ટ્રીય ખેડૂત આયોગની ભલામણો અનુસાર MSPની ગેરંટી આપવાની મોટી જાહેરાત કરી છે. આ કાયદા હેઠળ, કોઈ પણ ખેડૂતનો પાક MSP કરતાં ઓછી કિંમતે ખરીદી શકશે નહીં. ખેડૂતો પાસેથી ઓછા ભાવે પાક ખરીદનારાઓને દંડ કરવામાં આવશે અને તેમના માટે સજાની પણ જોગવાઈ છે.
કોંગ્રેસે પોતાનો ઢંઢેરો જાહેર કરતા મોટી વાત કરી છે કે જો તેમનની સરકાર ફરી બનશે તો ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે 5 વર્ષમાં રાજ્યના યુવાનોને 4 લાખ સરકારી નોકરીઓ સહિત 10 લાખ નોકરીઓ આપવાનું મોટું વચન આપ્યું છે. આ સાથે જ પંચાયત સ્તરે સરકારી નોકરીઓની નવી કેડર બનાવવામાં આવશે. તેમજ ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરી છે. જોકે આગામી દિવસોમાં ચૂંટણી માટે મતગણતરી થવા જઈ રહી છે ત્યારે હવે આ ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસ માટે ફાયદાકારક રેહશે કે કેમ તે તો 3 ડિસેમ્બરના રોજ જાણી શકાશે.
‘પબ્લિક મેનિફેસ્ટો’ જાહેર કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાજસ્થાન કોંગ્રેસનો મજબૂત ગઢ છે. અમે ફક્ત એવા વચનો આપીએ છીએ જે આપણે પૂરા કરી શકીએ. અમે આગામી 5 વર્ષમાં રાજ્યના યુવાનોને 10 લાખ નોકરીઓ પ્રદાન કરીશું, જેમાંથી 4 લાખ નોકરીઓ સરકારી નોકરીઓ હશે. તેમજ તેમણે કહ્યું હતુ કે અમે તેવા જ વચનો આપીએ છીએ જે પુરા કરી શકીએ .