Cloudburst in Ladakh: લદ્દાખમાં આભ ફાટવાની ઘટના બાદ ફસાયેલા 17 લોકોનું કરાયું રેસ્ક્યુ, ITBPએ કરી પોલીસની મદદ

બહાદુર નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર ITBP સ્પેશિયલ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ ટીમે લદ્દાખ સ્ટેટ પોલીસની મદદ કરીને 17 ગ્રામજનોને બચાવવામાં મદદ કરી

Cloudburst in Ladakh: લદ્દાખમાં આભ ફાટવાની ઘટના બાદ ફસાયેલા 17 લોકોનું કરાયું રેસ્ક્યુ, ITBPએ કરી પોલીસની મદદ
Cloudburst in Ladakh
| Edited By: | Updated on: Aug 23, 2021 | 6:41 AM

Cloudburst in Ladakh: ભારત-તિબેટીયન બોર્ડર પોલીસે લદ્દાખ પોલીસ સાથે મળીને રવિવારે સાંજે 17 ગ્રામજનોને બચાવ્યા હતા. આ તમામ લોકો રુમ્બક ગામ વિસ્તારમાં વાદળ ફાટવા દરમિયાન ગુમ થયા હતા. ITBP એ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, બહાદુર નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર ITBP સ્પેશિયલ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ ટીમે લદ્દાખ સ્ટેટ પોલીસની મદદ કરીને 17 ગ્રામજનોને બચાવવામાં મદદ કરી હતી, જેઓ રૂમબોક ગામ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બાદ ગુમ થયા હતા.

આજે વહેલી સવારે બોર્ડર પોલીસે જણાવ્યું હતું કે લદ્દાખની ઝંસ્કાર નદીના કિનારે આવેલા રૂમ્બક ગામમાંથી ITBP અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો દ્વારા 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ તમામ લોકો તળાવ ફાટવાના કારણે અચાનક આવેલા પૂરની ચપેટમાં આવી ગયા હતા.

રૂમ્બક પાસે કૃત્રિમ તળાવ બન્યું

લેહની ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ શનિવારે માહિતી આપી હતી કે રૂમ્બક પાસે એક કૃત્રિમ તળાવ ફૂટ્યું છે, જેના કારણે સિંધુ નદીમાં અવરોધ સર્જાયો છે અને આ વિસ્તારમાં કૃત્રિમ તળાવ સર્જાયું છે. માહિતી અને જનસંપર્ક વિભાગ (DIPR લેહ) એ ટ્વીટ કરીને કહ્યું કે ચેતવણી !!! સીઈઓ, ડીડીએમએ લેહ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રૂમ્બક પાસે એક કૃત્રિમ તળાવ ફૂટ્યું છે,

જેના પરિણામે સિંધુ નદીમાં અવરોધ સર્જાયો છે અને આ વિસ્તારમાં એક કૃત્રિમ તળાવ રચાઈ રહ્યું છે અને નદીમાં બનાવેલ કૃત્રિમ તળાવ ગમે ત્યારે ફૂટી શકે છે.

ડીઆઈપીઆર લેહે વધુમાં જણાવ્યું હતું કે, રુમ્બક, ઝિંગચેન, યરુત્સે અને રમચુંગ તરફ જતો રસ્તો મુખ્ય માર્ગથી કાપી નાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 23 ઓગસ્ટ: આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ, નકારાત્મક વૃત્તિના લોકોથી રાખો અંતર

આ પણ વાંચો:  Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 23 ઓગસ્ટ: પારિવારિક મુદ્દાને લઈને કોઈપણ પ્રકારની વિવાદની સ્થિતિ ઉભી થશે, શારીરિક નબળાઈ અનુભવો