Cloudburst : નેપાળમાં વાદળ ફાટતા જળ પ્રલય, 3 ભારતીય સહીત 23 લાપત્તા

|

Jun 17, 2021 | 2:29 PM

Nepal Cloudburst : મધ્ય નેપાળમા વાદળ ફાટતા અનેક વિસ્તારમાં ઘસમસતા પૂર ફરી વળ્યા છે. મેલમચી અને ઇન્દ્રવતી નદીના કાઠાએ આવેલ ઘર પાણીમા ગરકાવ થઈ ગયા છે.

Cloudburst :  નેપાળમાં વાદળ ફાટતા જળ પ્રલય, 3 ભારતીય સહીત 23 લાપત્તા
નેપાળમાં વાદળ ફાટ્યુ, 3 ભારતીય સહીત 23 લોકો લાપત્તા

Follow us on

નેપાળમાં વાદળ ફાટવાને પગલે, જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ છે. વાદળ ફાટતા પડેલા અતિભારે વરસાદથી, ઘસમસતા પૂરમાં 3 ભારતીય સહીત કુલ 23 વ્યક્તિઓ તણાઈ ગયા છે. સ્થાનિકોને નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. સિંધુપાલ ચોકમાં આવેલા પૂરના કારણે ઘણા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે.

વાદળ ફાટવાથી લોકો ગુમ થયા છે
મીડિયા રીપોર્ટ અનુસાર, વાદળ ફાટવાના કારણે આવેલા પૂરથી, ત્રણ ભારતીય સહિત કુલ 23 લોકો ગુમ થયા છે. ગુમ થયેલા લોકોમાં ચીનના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર દિવસથી મધ્ય નેપાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે. ગુરુવારે સવારે સિંધુપાલ ચોકમાં એકાએક વાદળ ફાટ્યું હતું. જેમાં 23 લોકો ગુમ થયા છે. સરકારી તંત્રે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.

પૂરનાં પાણી ઘણા વિસ્તારોમાં પ્રવેશ્યા
મીડિયા રિપોર્ટમાં આરોગ્ય પ્રધાન શેર બહાદુર તમંગેને ટાંકીને જણાવાયુ છે કે, નેપાળના મેલમચી અને ઇન્દ્રવતી નદીઓમાં પૂરમાં 23 થી વધુ લોકો લાપતા છે. પૂરના કારણે મેલમચી પીવાના પાણી પુરવઠા પ્રોજેક્ટ ટીંબુબજાર, ચાનૌત બજાર, તલામરંગ બજાર અને મેલમચી બજારમાં ભારે નુકસાન થયું છે. લોકોના જાનમાલને પણ પારાવાર નુકસાન થવા પામ્યુ છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેલમચી નદીના કાંઠે આવેલા ગામોની ઝુંપડપટ્ટીના 300 જેટલી ઝૂંપડાઓ ઘસમસતા પૂરના પાણીમાં તણાઈ ગયા છે. તો લમજંગ જિલ્લામાં ઘણા મકાનોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અધિકારીઓના જણાવ્યાનુસાર નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં આશરે 200થી વધુ મકાનો જોખમી અવસ્થામાં છે. સિંધુપાલ ચોકના મુખ્ય જિલ્લા અધિકારી અરૂણ પોખરેલે કહ્યું કે, નેપાળ પોલીસ, સૈન્ય અને સશસ્ત્ર પોલીસ દળ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.

 

 

Published On - 2:24 pm, Thu, 17 June 21

Next Article