DELHI: કેન્દ્રીય મંત્રી બન્યા બાદ Jyotiraditya Scindia નો પહેલો મોટો નિર્ણય, UDAN અંતર્ગત 8 નવી ફ્લાઇટ્સને આપી મંજુરી

UDAN અંતર્ગત નવી 8 ફ્લાઇટ્સને મંજૂરી આપવાનો આ નિર્ણય જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) એ લીધેલા પ્રારંભિક નિર્ણયમાંનો એક છે, કેમ કે તેમણે ગયા અઠવાડિયે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) નો હવાલો સંભાળ્યો હતો.

DELHI: કેન્દ્રીય મંત્રી બન્યા બાદ  Jyotiraditya Scindia નો પહેલો મોટો નિર્ણય, UDAN અંતર્ગત 8 નવી ફ્લાઇટ્સને આપી મંજુરી
Civil Aviation Minister Jyotiraditya Scindia
| Edited By: | Updated on: Jul 11, 2021 | 7:45 PM

DELHI: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા(Jyotiraditya Scindia ) એ ગત રવિવારે ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) નો હવાલો સંભાળ્યા બાદ એક અઠવાડિયામાં જ મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના લોકોને એક મોટી ભેટ આપી છે.જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાના શહેરોને મેટ્રો સાથે જોડવા માટે ઉડાન (UDAN) યોજના હેઠળ નવી ફ્લાઇટની જાહેરાત કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના ગૃહરાજ્ય મધ્યપ્રદેશ માટે 8 નવી ફ્લાઇટ્સને મંજૂરી આપી છે. આ ફ્લાઇટ્સનું સંચાલન 16 જુલાઇથી શરૂ કરવામાં આવશે. તેમણે ગયા અઠવાડિયે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) નો હવાલો સંભાળ્યો હતો.

આ 8 નવી ફ્લાઇટ્સને મંજૂરી અપાઈ
આ ફ્લાઇટ્સમાં ગ્વાલિયર-અમદાવાદ, સુરત-જબલપુર, ગ્વાલિયર-પુણે, ગ્વાલિયર-મુંબઇ ફ્લાઇટનો સમાવેશ થાય છે.
પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના UDAN અંતર્ગત કેન્દ્ર સરકાર એ યોજના પર કામ કરી રહી છે કે જેમાં રીઝર્વેશન વગરના અને ઓછા ટ્રાફિક વાળા 100 એરપોર્ટ્સનું સંચાલન થશે. UDAN યોજના હેઠળ ઓછામાં ઓછા 1000 હવાઈ માર્ગો શરૂ કરવાની યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ દેશના દૂરના અને પ્રાદેશિક વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવાનો અને દેશના નાગરિકોને પોસાય તેવા વિમાનભાડામાં હવાઈ મુસાફરી આપવાનો છે.

પ્રવાસન ઉદ્યોગને વેગ અને પ્રોત્સાહન મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી આ UDAN યોજના કેન્દ્રની રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ (National Civil Aviation Policy) નો મોટો ભાગ છે. આ યોજના જૂન 2016 માં શરૂ કરવામાં આવી હતી. UDAN યોજના અંતર્ગત સામાન્ય લોકો માટે પોસાય તેવા વિમાનભાડામાં વિમાન મુસાફરી લાવવામાં આવી છે.

UDAN અંતર્ગત નવી 8 ફ્લાઇટ્સને મંજૂરી આપવાના જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia )ના આ નિર્ણયથી મધ્યપ્રદેશની સાથે અમદાવાદ, પુણે, મુંબઈ અને સુરતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ અને પ્રોત્સાહન મળશે. આ નિર્ણય જ્યોતિરાદિત્ય સિંધિયા લીધેલા પ્રારંભિક નિર્ણયમાંનો એક છે, કેમ કે તેમણે ગયા અઠવાડિયે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) નો હવાલો સંભાળ્યો હતો.

આ પણ વાંચો : World Population Day 2021: આ છે દુનિયમાં સૌથી ઓછી વસ્તી ધરાવતા દેશો, એક દેશમાં તો માત્ર 800 લોકો જ રહે છે, તો પણ પોતાની સેના છે!