વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ( Pm modi) ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમએ કહ્યું કે સોમનાથ મંદિર આસ્થા અને સંસ્કૃતિનું મોટું કેન્દ્ર છે. પીએમએ કહ્યું કે દેશ આજે પર્યટનને સર્વગ્રાહી દ્રષ્ટિકોણથી જોઈ રહ્યો છે. દેશમાં પ્રવાસન વધારવા માટે સરકાર સ્વચ્છતા, સુવિધા, સમય અને વિચાર પર ભાર આપી રહી છે. સોમનાથ મંદિર પાસે બનેલા આ નવા સર્કિટ હાઉસમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે વધુ સારી સુવિધા તૈયાર કરવામાં આવી છે. આ નવા સર્કિટ હાઉસમાં કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ, VIP ડીલક્સ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસના દરેક રૂમમાંથી સમુદ્રનો નજારો જોવા મળે છે.
વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે સોમનાથ મંદિરની મુલાકાતે આવે છે. હાલની સરકારી સુવિધા મંદિરથી દૂર હોવાથી નવા સરકીટ હાઉસની જરૂરિયાત અનુભવાઈ હતી. આ સર્કિટ હાઉસ 30 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તે સોમનાથ મંદિરની નજીક છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટને અભિનંદન આપતાં વડાપ્રધાને કહ્યું કે જ્યારે લોકો અહીં તેમના રૂમમાં શાંતિથી બેસી જશે ત્યારે તેઓ દરિયાના મોજા અને સોમનાથનું શિખર પણ જોશે. જે સંજોગોમાં સોમનાથ મંદિરનો નાશ થયો હતો અને પછી જે સંજોગોમાં સરદાર પટેલના પ્રયાસોથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો તે બંને આપણા માટે એક મહાન સંદેશ છે. અમારી જ સરકારે રામેશ્વરમમાં એપીજે અબ્દુલ કલામ સ્મારક બનાવ્યું છે. એ જ રીતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને શ્યામજી કૃષ્ણ વર્મા સાથે સંકળાયેલા સ્થળોને ભવ્યતા આપવામાં આવી છે.
સોમનાથ મંદિરના નિર્માણમાં લગભગ પાંચ વર્ષનો સમય લાગ્યો હતો. મંદિરનું શિખર લગભગ 150 ફૂટ ઊંચું છે. મંદિરની ટોચ પર 10 ટન વજનનો કળશ છે. આ મંદિર સમગ્ર 10 કિમીમાં ફેલાયેલું છે. તેમાં 42 વધુ મંદિરો છે. મુખ્ય મંદિરની અંદર ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્યમંડપ છે. મંદિરની દક્ષિણ બાજુએ સમુદ્ર કિનારે એક સ્તંભ છે જે બનસ્તંભ તરીકે ઓળખાય છે.
સોમનાથ મંદિરની ઇમારતનું પુનઃનિર્માણ આઝાદી પછી સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તે 1 ડિસેમ્બર 1955 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાનું પ્રતીક, સોમનાથ મંદિરને 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ માનવામાં આવે છે.
PMએ કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં દેશે પર્યટનની ક્ષમતાને સાકાર કરવા માટે અવિરતપણે કામ કર્યું છે. આજે પ્રવાસન કેન્દ્રોનો આ વિકાસ માત્ર સરકારી યોજનાનો ભાગ નથી, પરંતુ જનભાગીદારીનું અભિયાન છે. દેશના વિરાસત સ્થળો, આપણા સાંસ્કૃતિક વારસાનો વિકાસ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
PM એ કહ્યું, ‘આપણા આદિવાસી સમાજના ગૌરવશાળી ઈતિહાસને આગળ લાવવા માટે આખા દેશમાં આદિવાસી સંગ્રહાલયો પણ બનાવવામાં આવી રહ્યા છે. આઝાદી પછી, દિલ્હીમાં માત્ર થોડા પરિવારો નવા રચાયા હતા. પરંતુ આજે દેશ એ સંકુચિત વિચારસરણીને પાછળ છોડીને ગૌરવની નવી જગ્યાઓ બનાવી રહ્યો છે, તેમને ભવ્યતા આપી રહ્યો છે. અમારી સરકાર છે જેણે દિલ્હીમાં બાબાસાહેબ સ્મારક બનાવ્યું છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત શ્લોકથી કરી હતી. મોદીએ કહ્યું, ‘ભગવાન સોમનાથની પૂજામાં આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – ભક્તિપ્રદાય કૃતાવતારમ, તન સોમનાથમ શરણમ્ પ્રપદયે. એટલે કે ભગવાન સોમનાથની કૃપાથી અવતર્યા છે, કૃપાના ભંડારો ખુલ્યા છે. પીએમે કહ્યું કે જે સંજોગોમાં સોમનાથ મંદિરનો નાશ થયો હતો અને પછી જે સંજોગોમાં સરદાર પટેલના પ્રયાસોથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો તે બંને આપણા માટે મોટો સંદેશ છે.
વડાપ્રધાને સંબોધનના અંતે કહ્યું હતું કે, સોમનાથ ના આવવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. આ સાથે જ કહ્યું હતું કે, હું પણ ઈચ્છતો હતો કે હું ત્યાં આવીને લોકાર્પણ કરું પરંતુ સમયાનુસાર અને 26 જાન્યુઆરી આવતી હોય ત્યાં ના આવી શકાયું અને જુના મિત્રોને પણ ના મળી શકાયું. પરંતુ વર્ચ્યુઅલ રીતે જોડાયાનો આનંદ છે.
વડાપ્રધાને ટુરિઝમને વોકલ ફોર લોકલ ગણાવ્યું છે. ફરવાના સ્થળને પણ વોકલ ફોર લોકલ ગણાવ્યા છે, જો અપને વિદેશ ફરવા જવાનું વિચરતા હોય છે ત્યારે પહેલા ભારતના સ્થળોમાં ફરી લેવું જોઈએ.
પર્યટન સ્થળની કાયાપલટ કરવામાં આવી છે. જેમાં સ્વચ્છતા પણ ભાર મુકવામાં આવ્યો છે. આ સાથે જ સુવિધાઓ ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય, ઇન્ટરનેટ,રોડ-રસ્તાનો પણ સમાવેશ થાય છે. તો બીજી તરફ સમયને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, આજના દમયમાં લોકો પાસે સમય નથી લોકો એક જ દિવસમાં ઘણા સ્થળ ઉપર ફરવા માંગે છે. જેને લઈને એક્સપ્રેસ વે, એરપોર્ટની સુવિધા થતા લોકોનો સમય બચી રહ્યો છે જેને લઈને લોકો ત્યાં સમય પસાર કરે છે. તો બીજી તરફ વિચાર પણ. છે આપણા વિચારને પણ બદલવા જરુરી છે. ભારતથી ચોરી કરાયેલી મૂર્તિઓને ભારત પરત લાવવામાં આવી રહી છે.
દેશમાં 15 થીમ બેઝ સર્કિટ વિકસિત કરવામાં આવી રહી છે. આ સર્કિટ પાછળનો હેતુ ધાર્મિકતા ફેલાવવાનો છે. રામાયણ સર્કિટમાં રામાયણ વિષે બતાવવામાં આવશે. જેને લઈને રેલવે દ્વારા ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે.
‘જીવ હી શિવ હૈ’ સૂત્રને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સાર્થક કર્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો દ્વારકા, સોમનાથ, કચ્છ, ધોળાવીરાની અચૂક યાદ આવી જાય છે. આ સાથે વિવિધ ધાર્મિક સ્થળનો ઉલ્લેખ કર્યો હતો.છેલ્લા 7 વર્ષમાં સરકાર દ્વારા પર્યટન ક્ષેત્રમાં હરળફાળ વિકાસ કર્યો છે.
સોમનાથનો વિકાસ એ દાદાની કૃપા છે. આ સાથે જ અનેક વિધ સુવિધાઓ પણ છે. જેવી કે સાફ-સફાઈ અને અને યાત્રાળુઓની સુવિધાના કામ ચાલી રહ્યા છે. આ સાથે જ અંબાજી, દ્વારકાધીશ મંદિર, ગોમતી ઘાટ, રુક્મણી મંદિરની સુવિધામાં પણ વધારો કરવામાં આવશે. જેની સંપૂર્ણન તૈયારી કરી લેવામાં આવી છે.
યાત્રાળુઓને સર્કિટહાઉસમાંથી સમુદ્ર કિનારો અને સોમનાથ મન્દિરના દર્શન પણ થશે. આવનાર સમયમાં સોમનાથ ટુરિસ્ટ પોઇન્ટ બની જશે. આ સાથે જ સરકારને સોમનાથણ વિકાસ મામલે અભિનંદન પાઠવ્યા છે. સર્કિટ હાઉસ બનતા સુવિધાઓ વધશે. 1 કરોડ શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિરમાં શીશ ટેકાવવા આવે છે. આ સાથે જ યાત્રાળુઓ ઘણી બધી યાદોને સાથે લઈને જતા હોય છે.
પીએમ મોદીનું સંબોધન શરૂ થયું છે. આ સાથે જ વડાપ્રધાને કહ્યું હતું કે, હું આ વિકાસ કાર્યને દાદાની કૃપા માનું છું. થોડા સમય પહેલા અહીં અનેક વિધ વિકાસ કામના લોકાર્પણ થયા હતા. મંદિરની નજીક સર્કિટ હાઉસ બનતા અનેક લોકોને લાભ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમનાથ (Somnath)માં નવા સર્કિટ હાઉસના ઉદ્ઘાટન સમયે જય સોમનાથથી સંબોધનની શરૂઆત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો આ સાથેજ ગ્રીન એનર્જીને પણ મહત્વ આપવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો છે.
સોમનાથ સમુદ્ર દર્શનના વોક-વે પર 50 હોડીથી મશાલ આરતી થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે.
આ આલીસાન ચાર માળના અતિથિ ગૃહ કુલ પ્લોટ 15,000 ચો.મી. એરીયામાં ફેલાયેલ છે. જેનો કુલ કાર્પેટ એરિયા 7077.00 ચો.મી. છે. અધ્યતન સુવિધા સાથેના આ સરકીટ હાઉસમાં 2 વીવીઆઈપી સ્યુટ રૂમ, 8 વીવીઆઈપી રૂમ, 8 વીઆઈપી રૂમ, 24 ડીલક્ષ રૂમ સાથે કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનીંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ અને 200 લોકોને સમાવતો ઓડીટોરીયમ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે.
આ સર્કિટ હાઉસને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેમાંના દરેક રૂમને સી ફેસિંગ રાખવામાં આવ્યા છે. એટલે કે તમામ રૂમમાંથી દરિયો દેખાય છે. PMO ઓફિસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સોમનાથ મંદિરની આસપાસ કોઈ સરકારી સુવિધા ઉપલબ્ધ નથી. આ કિસ્સામાં, આ સર્કિટ હાઉસ તમામ જરૂરિયાતોને પૂર્ણ કરશે.
એવું કહેવાય છે કે તેના પર 17 વખત હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી, પરંતુ દરેક વખતે તેને અલગ-અલગ રાજાઓએ ફરીથી બનાવ્યું હતું.
Published On - 10:11 am, Fri, 21 January 22