ચીનના સૈન્ય પરિવારજનોમાં જિનપિંગ સામે ભભૂકતો રોષ, સોશ્યલ મિડીયા ગુસ્સા સાથે પુછાયા પ્રશ્નો, ભારતીય સૈન્યના હાથ માર્યા ગયેલા સૈન્ય જવાનોની સંખ્યા અને ઓળખ કેમ છુપાવો છો ?

|

Jun 28, 2020 | 9:59 AM

ગલવાન ખીણપ્રદેશમાં ભારતીય સૈન્ય અને ચીનના પિપલ્સ લિબરેશન આર્મીના જવાનો વચ્ચે થયેલી હિંસક ઘટના બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામે ચીનમાં જ નારાજગી અને રોષ ઉદભવ્યો છે. મિડીયા રીપોર્ટ મુજબ ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં ચીને કબુલાત કરી છે કે લદાખના ગલવાન ખીણ પ્રદેશમા ચીનના સૈન્ય જવાનો માર્યા ગયા છે. આ ઘટનાને લઈને ચીનમાં ઘેરા પ્રત્યાઘાત […]

ચીનના સૈન્ય પરિવારજનોમાં જિનપિંગ સામે ભભૂકતો રોષ, સોશ્યલ મિડીયા ગુસ્સા સાથે પુછાયા પ્રશ્નો, ભારતીય સૈન્યના હાથ માર્યા ગયેલા સૈન્ય જવાનોની સંખ્યા અને ઓળખ કેમ છુપાવો છો ?

Follow us on

ગલવાન ખીણપ્રદેશમાં ભારતીય સૈન્ય અને ચીનના પિપલ્સ લિબરેશન આર્મીના જવાનો વચ્ચે થયેલી હિંસક ઘટના બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામે ચીનમાં જ નારાજગી અને રોષ ઉદભવ્યો છે. મિડીયા રીપોર્ટ મુજબ ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં ચીને કબુલાત કરી છે કે લદાખના ગલવાન ખીણ પ્રદેશમા ચીનના સૈન્ય જવાનો માર્યા ગયા છે. આ ઘટનાને લઈને ચીનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ચીનમાં માર્યા ગયેલા સૈન્ય જવાનોની સંખ્યા અને તેમની ઓળખ છતી કરવા માટે ચીનના સોશ્યલ મિડીયામાં ઝુંબેશ છેડાઈ છે. અને સત્તાધારી કોમ્યુનિષ્ટ પાર્ટીના નિર્ણયને કારણે સૈન્યના પરિવારજનો હેરાન પરેશાન છે.

રિપોર્ટ અનુસાર ચીનમાં રોજબરોજના ઉપયોગમાં લેવા વીબો અને અન્ય સોશ્યલ મિડીયામાં શી જીનપીગની સરકાર સામે ગુસ્સો વ્યક્ત કરાઈ રહ્યો છે. પીપલ્સ લિબરેશન આર્મી જવાનના પરિવારજનો દ્વારા સતત પુચ્છા કરવામાં આવી રહી છે કે ગલવાન ખીણ પ્રદેશમાં ભારતીય જવાનોના હાથે માર્યા ગયેલા ચીની સૈન્યના નામ જાહેર કરો. ભારતના કહેવા મુજબ 40થી વધુ સૈન્ય જવાનોને માર્યા ગયા છે. ગ્લોબલ ટાઈમ્સમાં પણ એવો ઉલ્લેખ કરાયો હતો કે અમે માર્યા ગયેલા સૈન્યોની સંખ્યા હાલ જાહેર કરવા નથી માંગતા. ગ્લોબલ ટાઈમ્સમાં કરાયેલ આ સ્વીકાર બાદ સૈન્યના પરિવારજનો ચિતીત છે. અને તેઓ સોશ્યલ મિડીયાના માધ્યમથી ચીનની કોમ્યુનિષ્ટ પાર્ટીની સરકાર ઉપર દબાણ ઉભુ કરી રહ્યાં છે. અને સરકાર સામે એક પ્રકારનો જનમત ઊભો કરી રહ્યાં છે.

Next Article