સરહદ પર તણાવની વચ્ચે ભારતીય સેના (Indian Army) પાકિસ્તાનને (Pakistan) જ નહીં પરંતુ ચીનને (China) પણ તેની જ ભાષામાં જવાબ આપી રહી છે. ગયા વર્ષે જૂનમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચેના સંઘર્ષમાં ઘણા ભારતીય સૈનિકો શહીદ થયા હતા. પરંતુ તેણે ચીનને પણ મોટું નુકસાન પહોંચાડ્યું હતું. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરથી બંને સેનાઓ વચ્ચેના મુકાબલાના ઘણા વીડિયો સામે આવતા રહે છે, આ દરમિયાન સોશિયલ મીડિયા પર બીજી એક ક્લિપ વાયરલ થઈ રહી છે. વીડિયોમાં ભારતીય સેનાના એક અધિકારી ચીની સૈનિકને જડબાતોડ જવાબ આપતા જોવા મળે છે.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે પીપીઈ કીટ પહેરેલો એક ચીની સૈનિક ભારતીય સેનાના અધિકારીની પૂછપરછ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ટ્વિટર યુઝર નીરજ રાજપૂતે પોતાના ઓફિશિયલ હેન્ડલ પર શેર કર્યો છે. ક્લિપમાં, ચીની સૈનિક દ્વારા પૂછવામાં આવતા ભારતીય સેનાના અધિકારીનું નામ ‘મેજર કીન કુમાર’ છે.
જ્યારે બીજી તરફ, વિડિયોમાં ભારતીય સેનાનો એક SFF કમાન્ડો એક ચીની તિબેટિયન સૈનિકને ઓળખે છે અને બંને વચ્ચે સામાન્ય વાતચિત થાય છે. આ વીડિયોને લઈને ભારતીય સેના તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
આ વિડીયો ક્યાંનો છે તો ચોક્કસપણે જાણી શકાયું નથી પરંતુ પરંતુ મીડિયા રિપોર્ટ્સ અને ભૌગોલિક પરિસ્થિતિને જોતા વાયરલ ક્લિપ અરુણાચલ પ્રદેશને અડીને આવેલા LACની હોવાનું જણાય છે. વીડિયોમાં બંને દેશના સૈનિકો બેનર-ડ્રિલિંગ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે LAC પર ચીની અને ભારતીય સૈનિકો તરફથી ઘણીવાર બેનર-ડ્રીલ કરવામાં આવે છે. આ કવાયત ત્યારે કરવામાં આવે છે જ્યારે ભારત અને ચીનના સૈનિકો પેટ્રોલિંગ દરમિયાન એકબીજાની સામે આવે છે.
‘Major Keen Kumar’ reminds me anecdote of SCO military exercise ’18 in #Russia when one Indian journalist asked a CCTV-Military personnel who was carrying camera and smiling towards Indian mediapersons, his name, #Chinese soldier responded ‘Ramesh’.
Tit for tat now 🤪😁 pic.twitter.com/qz72i3wCty— Neeraj Rajput (@neeraj_rajput) December 15, 2021
ભારતીય અધિકારીએ પોતાનું નામ ‘કીન’ કેમ કહ્યું?
વિડિયોમાં જોઈ શકાય છે કે બંને પક્ષના અધિકારીઓ એક બીજા સાથે રમુજી રીતે વાત કરે છે. તમને જણાવી દઈએ કે ભારતીય અધિકારીએ મજાકમાં ચીની સૈનિકને તેનું નામ ‘મેજર કીન કુમાર’ કહ્યું હતું. વાસ્તવમાં, જ્યારે સેના ઘણા પ્રશ્નો અને જવાબો આપે છે, ત્યારે તેને મિસ્ટર કીન કહેવામાં આવે છે, પરંતુ અહીં ચીની સૈનિકને પ્રશ્ન પૂછવા પર ભારતીય ઓફિસરે તેનું પોતાનું નામ ‘કીન’ આપ્યું હતું.
આ પણ વાંચો : અમેરિકાએ ચીન પર કરી મોટી કાર્યવાહી, પેનકિલર બનાવતી દવાની કંપનીઓ પર પ્રતિબંધ લગાવી કહ્યું કે- અનેક લોકોના થયા છે મોત
આ પણ વાંચો : ભારતની અધ્યક્ષતામાં BRICS દેશોની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત, આવતા વર્ષે ચીન સંભાળશે કમાન