પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટ 3 ડિસેમ્બરે જાહેર થશે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થયું હતું. જો મતદાનની ટકાવારીની વાત કરીએ તો 76.31 ટકા થયું હતું. પહેલા તબક્કામાં 20 સીટ અને બીજા તબક્કામાં 70 સીટ પર મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસ અને ભાજપ બંનેમાં હલચલ જોવા મળી રહી છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટ છે.
છત્તીસગઢમાં હાલ કોંગ્રેસની સરકાર છે અને ભૂપેશ બધેલ મ્યુખ્યપ્રધાન છે. એક્સિસ માય ઈન્ડિયાના પોલ સર્વે મુજબ છત્તીસગઢમાં ભાજપને 36-46, કોંગ્રેસને 40-50 અને અન્યને 1-5 સીટ મળવાની ધારણા છે. છત્તીસગઢમાં એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની સામે સત્તા વિરોધી લહેર નથી. આ સર્વે 16,270 લોકો સાથે કરવામાં આવ્યો છે. તેમાં 77% ગ્રામીણ વિસ્તાર અને 23% શહેરી વિસ્તારનો સમાવેશ થાય છે.
આ લોકો પાસેથી મળેલી માહિતી અને ડેટાને એક્ઝિટ પોલ તૈયાર કરવામાં આવ્યા છે. આ સર્વેમાં 56% પુરૂષ અને 44% મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક્ઝિટ પોલ સર્વે અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનશે તેવી શક્યતા છે.
છત્તીસગઢ ભાજપે ભ્રષ્ટાચારના મુદ્દે બઘેલ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપે X પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, જો ભ્રષ્ટાચારની ઓલિમ્પિકનું આયોજન થાય તો તો ભૂપેશ ગોલ્ડ મેડલ જીતશે.
यदि भ्रष्टाचार का ओलंपिक कराया जाए तो भूपेश स्वर्ण पदक जीतकर लाएंगे… pic.twitter.com/mOfhC7sVmI
— BJP Chhattisgarh (@BJP4CGState) November 30, 2023
આ સર્વેમાં છત્તીસગઢમાં મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરવામાં આવે છે? તેનો જવાબમાં લોકોએ ભૂપેશ બઘેલને 31 ટકા જ્યારે પૂર્વ સીએમ રમણ સિંહને 21 ટકા વોટ મળ્યા છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં પલટાઈ શકે છે સત્તા, રિઝલ્ટ પહેલા એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની બની શકે છે સરકાર
C વોટર સર્વેના અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસને 41-53 બેઠકો, ભાજપને 36-48 બેઠકો મળવાની શક્યતા છે. ચૂંટણીના ફાઈનલ રિઝલ્ટ 3 ડિસેમ્બરે જાહેર થશે.
Polstart સર્વેના અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસને 40-50 બેઠકો અને ભાજપને 35-45 બેઠકો મળવાની ધારણા છે.
CNX ના સર્વે મૂજબ કોંગ્રેસને 48 અને ભાજપને 39 સીટ મળી શકે છે.
Published On - 5:54 pm, Thu, 30 November 23