પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સમગ્ર દેશમાં આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે. ભારત સરકારની આ યોજના હેઠળ દેશના 10 કરોડથી વધુ પરિવારોને લાભ મળશે. આ માટે તમારે આયુષ્માન ભારતનું કાર્ડ બનાવવું પડશે, જેના માટે કેટલીક જરૂરી લાયકાત નક્કી કરવામાં આવી છે. પાત્રતા ધરાવતા લોકો આ કાર્ડ બનાવી શકે છે અને હોસ્પિટલોમાં 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
જો તમે આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ મેળવવા માંગતા હો તો આ માટે તમારે પહેલા તમારી પાત્રતા તપાસવી પડશે. આ કામ ખૂબ જ સરળ છે અને ઘરે બેસીને ઓનલાઈન કરી શકાય છે. તમારા મોબાઇલ નંબર સાથે લોગ ઇન કરીને, તમે જાણી શકો છો કે તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સમાવવામાં આવેલ છે કે નહીં. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે તમારે કોઇ અરજી કરવાની જરૂર નથી.
Did you know that you can easily check your eligibility online under #AyushmanBharat #PMJAY scheme?
Follow this simple step-by-step video tutorial to check your eligibility.
Visit now at https://t.co/n4wkrGMY27 pic.twitter.com/00zCNOT6HC— National Health Authority (NHA) (@AyushmanNHA) September 30, 2021
જો તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લિસ્ટમાં સમાવવામાં આવેલ છે, તો પછી તમે તબીબી સારવાર માટે યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.
આ 4 સરળ સ્ટેપથી જાણો
1. સૌ પ્રથમ PM જન આરોગ્ય યોજનાની સત્તાવાર વેબસાઇટ mera.pmjay.gov.in પર જાઓ
2.અહીં તમે ડાબી બાજુ LOGINની ટેબ જોઈ શકશો, અહી મોબાઈલ નંબરની માહિતી પૂછવામાં આવે છે. એન્ટર મોબાઇલ નંબર સાથે કોલમમાં તમારો મોબાઇલ નંબર દાખલ કરો. તેની નીચે તમને કેપ્ચા કોડ ભરવાનું કહેવામાં આવશે, તે દાખલ કરો. આ પછી તમારા મોબાઈલ પર OTP મળશે.
3. ત્યારબાદ તમારા રાજ્ય અને જિલ્લા પર ક્લિક કરો.
4.આ કર્યા પછી તમને ડોકયુમેન્ટ અથવા ID નંબર પસંદ કરવાનું કહેવામાં આવશે. આના પર ક્લિક કર્યા પછી સર્ચ પર ક્લિક કરો.
જો તમે આ યોજના માટે પાત્રતા ધરાવો છો તો તમને PM આરોગ્ય યોજના (PMAY) દ્વારા આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ સાથે, તમારા પરિવારને એક વર્ષમાં યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં 5 લાખ સુધીની મફત સારવાર મળશે. PMAY અંતર્ગત, સરકારે દેશભરમાં પસંદ કરેલી હોસ્પિટલોને સૂચિબદ્ધ કરી છે, જેની માહિતી પીએમ જન આરોગ્ય યોજનાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
Published On - 10:04 pm, Sun, 3 October 21