પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ આત્મહત્યા કરી, જાણો સ્યુસાઇડ નોટમાં શું લખ્યું

|

Sep 20, 2021 | 9:23 PM

Narendragiri Suicide Case : પોલીસે કહ્યું કે પાંચ પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં મહંત નરેન્દ્ર ગિરીની અત્મહત્યાનું કારણ લખ્યું છે.

પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ આત્મહત્યા કરી, જાણો સ્યુસાઇડ નોટમાં શું લખ્યું
chairman of Akhada Parishad Mahant Narendragiri committed suicide in Prayagraj

Follow us on

PRAYAGRAJ : અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી (Narendragiri) સોમવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. નરેન્દ્ર ગિરીનો મૃતદેહ પ્રયાગરાજનાં બાઘમ્બરી મઠમાંથી મળી આવ્યો હતો. તેમનો મૃતદેહ ગળાફાંસો ખાઈને લટકતો જોવા મળ્યો હતો. અત્યાર સુધી તેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું ન હતું, પરંતુ હવે એક સુસાઈડ નોટ (Suicide Note) મળી આવી છે. પોલીસે કહ્યું કે પાંચ પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં તેમણે તેના શિષ્ય આનંદ ગિરી (Anandgiri)અને અન્ય બેને તેના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે. આનંદ ગિરીની ઉત્તરાખંડમાં અટકાયત કરવામાં આવી છે.

મીડિયાને સંબોધતા પ્રયાગરાજ આઈજી કેપી સિંહે કહ્યું કે, “મહંત નરેન્દ્ર ગિરી ખૂબ જ વિસ્તારપૂર્વક એક સુસાઈડ નોટ લખી છે, જેમાં તેમણે પોતાનો સામાન પણ સૂચિબદ્ધ કર્યો છે, જે સંબંધિત લોકોને આપવાનો છે. તેમાં તેમનું વારસનામું પણ છે.” પ્રયાગરાજ આઈજી કે.પી. સિંહે કહ્યું,”અમને આશ્રમમાંથી કોલ આવ્યો કે મહારાજ મહંત નરેન્દ્ર ગિરી ગળાફાંસો ખાઈ રહ્યા છે. અમે અહીં આવ્યા ત્યારે જોયું કે મહારાજ જમીન પર પડેલા છે, પંખામાં દોરડું અટકી ગયું હતું અને તેમણે આત્મહત્યા કરી લીધી હતી”

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી આ વર્ષે કોરોના સંક્રમિત થયા બાદ તેમને ઋષિકેશમાં AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓ સ્વસ્થ થયા અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી

વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ અને કેશવ પ્રસાદ મૌર્યએ નરેન્દ્ર ગિરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, “અખાડા પરિષદના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગિરીજીનું નિધન અત્યંત દુ:ખદ છે. આધ્યાત્મિક પરંપરાઓને સમર્પિત હોવા છતાં, તેમણે સંત સમાજની ઘણી ધારાઓને એકસાથે જોડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પ્રભુ તેમને ચરણોમાં સ્થાન આપે.”

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મહંત નરેન્દ્ર ગિરીના નિધન પર જણાવ્યું હતું કે, “અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીજીનું નિધન આધ્યાત્મિક જગત માટે ન ભરવાપાત્ર ખોટ છે. દિવંગત સદ્ગુણ આત્માને પ્રભુ શ્રીરામ તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ છે. શાંતિ!”

Published On - 9:20 pm, Mon, 20 September 21

Next Article