સાવધાની : ગંગા નદીના પાણીમાં કોરોના વાયરસની તપાસ કરવા કેન્દ્ર સરકારે અભ્યાસ હાથ ધર્યો

|

Jun 08, 2021 | 2:35 PM

કોરોના(Corona)રોગચાળાના બીજી લહેર દરમ્યાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા(Ganga)નદી માં મૃતદેહો ફેંકી દેવામાં આવ્યાના સમાચાર અને દ્રશ્યો સામે આવ્યા હતા. તેવા સમયે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગંગા નદીના પાણીમાં સાર્સ-સીવી -2 અથવા નોવેલ કોરોના વાયરસ છે કે કેમ તે શોધવા માટે એક અભ્યાસ હાથ ધરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

સાવધાની : ગંગા નદીના પાણીમાં કોરોના વાયરસની તપાસ કરવા કેન્દ્ર સરકારે અભ્યાસ હાથ ધર્યો
ગંગા નદીના પાણીમાં કોરોના વાયરસની તપાસ કરવા કેન્દ્ર સરકારે અભ્યાસ હાથ ધર્યો

Follow us on

કોરોના(Corona)રોગચાળાના બીજી લહેર દરમ્યાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા(Ganga)નદી માં મૃતદેહો ફેંકી દેવામાં આવ્યાના સમાચાર અને દ્રશ્યો સામે આવ્યા હતા . જેની બાદ સરકારે આ રીતે શબને પાણીના ના વહેડાવવા માટે પણ કડક આદેશો પણ આપ્યા હતા. તેવા સમયે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગંગા નદીના પાણીમાં સાર્સ-સીવી -2 અથવા નોવેલ કોરોના વાયરસ છે કે કેમ તે શોધવા માટે એક અભ્યાસ હાથ ધરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

કન્નૌજ અને પટનામાં 13 સ્થળોએ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા

જેમાં લખનૌ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટોક્સિકોલોજીકલ રિસર્ચ (IITR)ના ડિરેક્ટર સરોજ બારીકે જણાવ્યું હતું કે આ અભ્યાસ અનેક તબક્કામાં કરવામાં આવી રહ્યો છે અને કન્નૌજ અને પટનામાં 13 સ્થળોએ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

પાણીમાં હાજર વાયરસનો  આરએનએ ટેસ્ટ કરવામાં આવશે

બારીકે જણાવ્યું હતું કે વાઈરોલોજીકલ અધ્યયન દરમ્યાન ગંગા(Ganga)નદી ના પાણીમાં હાજર વાયરસનો  આરએનએ ટેસ્ટ કરવામાં આવશે અને તેમાં રહેલા કોરોના(Corona) વાયરસને શોધવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આઈઆઈટીઆર વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) હેઠળની એક સંસ્થા છે.

નદીમાં મૃતદેહો મળી આવ્યા બાદ  અભ્યાસ કરવાનો નિર્ણય 

આ અભ્યાસ હેઠળ નદીની જૈવિક લાક્ષણિકતાઓની પણ તપાસ કરવામાં આવશે. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) એ એપ્રિલ-મેમાં કોરોના(Corona)વાયરસની બીજી લહેર પીક પર હતી ત્યારે નદીમાં મૃતદેહો મળી આવ્યા બાદ આ અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો.

નદીના પાણીમાં  દૂષણને અટકાવવા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ

કેન્દ્રીય જલ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ગયા અઠવાડિયે ટ્વિટ કર્યું હતું, “ઉત્તર પ્રદેશ અને બિહારના ભાગોમાં ગંગા નદીમાં મૃતદેહો નાખવામાં આવ્યા હોવાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, અમે નદીના પાણીમાં  દૂષણને અટકાવવા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ” હાલની તકનીકોનો ઉપયોગ કરીને અને નિયમિત અભ્યાસ કરવામાં આવશે.”

એનએમસીજી(NMCG)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડી.પી.મથુરિયાએ કહ્યું હતું કે, “આ પરિસ્થિતિમાં (નદી) માં વાયરસ ટકી શકતો નથી. જો કે, અમે પુરાવા આધારિત અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો છે.

Published On - 2:31 pm, Tue, 8 June 21

Next Article