Covid-19 Update : સંપૂર્ણ રીતે વેક્સીનેટ પેસેન્જર્સ માટે RT-PCR ટેસ્ટ રિપોર્ટ જરુરી ન રાખવા રાજ્યોને કેન્દ્રની અપીલ

|

Aug 12, 2021 | 11:36 AM

9 ઑગષ્ટે પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં જણાવ્યુ હતુ કે મંત્રાલયે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશને અનુરોધ કર્યો કે તેઓ આંતર-રાજ્ય યાત્રાના સમયે આરટીપીસીઆર રિપોર્ટ લઇ જવા અને ડબલ વેક્સીનેશન વાળા યાત્રીઓની સંખ્યા વધારી દે.

Covid-19 Update : સંપૂર્ણ રીતે વેક્સીનેટ પેસેન્જર્સ માટે  RT-PCR ટેસ્ટ રિપોર્ટ જરુરી ન રાખવા રાજ્યોને કેન્દ્રની અપીલ
સાંકેતિક તસ્વીર

Follow us on

પર્યટન મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને સંપૂર્ણ રીતે વેક્સીનેટ લોકો માટે આરટીપીસીઆર (RT-PCR) ટેસ્ટને પૂર્ણ કરવા માટે અનુરોધ કર્યો છે. આ અનુરોધ એ યાત્રિઓ માટે કરવામાં આવ્યો છે જેઓ આંતર-રાજ્ય યાત્રા કરે છે અને તેમના માટે આરટી-પીસીઆર  ટેસ્ટ અનિવાર્ય છે. એક ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે પર્યટન મંત્રાલયના એડિશનલ મહાનિદેશક રુપિંદર બરાડે કહ્યુ કે મંત્રાલયે રાજ્ય સચિવોને લેખિતમાં અનુરોધ કર્યો છે. જેમાં રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશને એક સમાન યાત્રા પ્રોટોકોલ અપનાવવા માટે કહ્યુ છે.

9 ઑગષ્ટે પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં જણાવ્યુ હતુ કે મંત્રાલયે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશને અનુરોધ કર્યો કે તેઓ આંતર-રાજ્ય યાત્રાના સમયે આરટીપીસીઆર રિપોર્ટ લઇ જવા અને ડબલ વેક્સીનેશન વાળા યાત્રીઓની સંખ્યા વધારી દે.

અત્યારે કેટલાક રાજ્ય સંપૂર્ણ રીતે વેક્સીનેટ યાત્રિઓને આરટી-પીસીઆર ટેસ્ટ વગર એન્ટ્રી આપી રહ્યા છે. પરંતુ પશ્ચિમ બંગાળ (મુંબઇ, પુણે અને ચેન્નઇના યાત્રિઓ માટે) કર્ણાટક, ગોવા, છત્તીસગઢ જેવા રાજ્ય ડોઝ લેનારા યાત્રિઓ પાસે પણ નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ માંગી રહ્યા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સિક્કિમ અને મહારાષ્ટ્ર જેવા રાજ્ય દેશના અન્ય ભાગના યાત્રિઓને સંપૂર્ણ રસીકરણના આધાર પર અનુમતિ આપી રહ્યા છે. બેઠકનો ભાગ બનનારા તમામ રાજ્યોઓ સહમતિ વ્યક્ત કરી હતી કે આ તાર્કિક વિકલ્પ છે. બરાડે કહ્યુ મંત્રાલય સ્વાસ્થ્ય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે પણ એક બેઠક કરશે. જેથી કરીને જાણકારી મેળવી શકાય કે સમાન પ્રોટોકોલને કેવી રીતે આગળ વધારી શકાય છે.

 

આ પણ વાંચોImmunity booster : ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસી અને કાળા મરીના ઉકાળાનું સેવન કરો

આ પણ વાંચોShare Market : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો, તે ઉપર કરો એક નજર

Published On - 11:29 am, Thu, 12 August 21

Next Article