
CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ડેટ શીટ જાહેર કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે CBSE બોર્ડ દ્વારા 4થી મેથી 10 જૂન દરમિયાન બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક દ્વારા વીડિયો મેસેજના માધ્યમથી તારીખ જાહેર કરવામાં આવી અને ત્યારબાદ વિધાર્થીઓને આવનારી પરીક્ષા માટે શુભેચ્છા પણ પાઠવવામાં આવી. મળતી જાણકારી મુજબ CBSE બોર્ડની ડેટ શીટ cbse.nic.in. પર ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાઓ લેખિતમાં ઓફલાઇન લેવામાં આવશે. CBSE બોર્ડની પરીક્ષામાં 33 ટકા ઇન્ટરનલ ચોઇસ પ્રશ્નો હશે. જો કે પરીક્ષાનો અભ્યાસક્રમ 30 ટકા ઘટાડી દેવામાં આવ્યો છે. પ્રેકિટલ પરીક્ષા 1 માર્ચે લેવામાં આવશે. જો કે કોરોના મહામારીની વચ્ચે પરીક્ષા થઇ રહી છે માટે કોવિડ-19 પ્રોટોકોલ મુજબ પરીક્ષા લેવામાં આવશે. ફેસ માસ્ક . હેન્ડ સેનિટાઇઝર સાથે પરીક્ષા દરમિયાન સાથે રાખવું અનિવાર્ય રહેશે. સોશિયલ ડિસટન્સનું પાલન પણ કરવાનું રહેશે.