મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા, ટ્વીટ કરી કર્યું ‘સ્વાગત’, AAP કેન્દ્ર સરકાર પર નારાજ

|

Aug 19, 2022 | 9:09 AM

CBIએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા છે. મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.

મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા, ટ્વીટ કરી કર્યું સ્વાગત, AAP કેન્દ્ર સરકાર પર નારાજ
CBI raids Delhi Deputy Chief Minister Manish Sisodia house
Image Credit source: Twitter

Follow us on

CBI (Central Bureau of Investigation)એ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સીબીઆઈ (CBI)એ દિલ્હી-એનસીઆરના લગભગ 20 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. દરોડા અંગે ડેપ્યુટી સીએમ સિસોદિયાએ કહ્યું છે કે અમે તપાસ એજન્સીઓને પૂરી ઈમાનદારી સાથે સહયોગ કરીશું. સીબીઆઈ (CBI)એ આ દરોડા એક્સાઈઝ પોલિસીના મામલામાં પાડ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જે સારું કામ કરે છે તેને પરેશાન કરવામાં આવે છે : મનીષ સિસોદિયા

છાપેમારી બાદ મનીષ સિસોદીયાએ ટ્વિટ કરી લખ્યું કે, સીબીઆઈ આવો તમારું સ્વાગત છે, અમે ઈમાનદાર છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. તેણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા દેશમાં જે સારું કામ કરે છે, તેને આવી રીતે જ પરેશાન કરવામાં આવે છે. આજ કારણે આપણો દેશ હજુ સુધી નંબર વન બની શક્યો નથી.

 

દિલ્હીના સારા કામોને રોકવા નહિ – CM કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયા પર સીબીઆઈના દરોડાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, આખી દુનિયા દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્ય મોડલની ચર્ચા કરી રહી છે. તેઓ આને રોકવા માંગે છે, તેથી જ દિલ્હીના આરોગ્ય અને શિક્ષણ મંત્રીઓ પર દરોડા અને ધરપકડો ચાલી રહી છે. 75 વર્ષમાં જેણે પણ સારું કામ કરવાનો પ્રયાસ કર્યો તેને રોકી દેવામાં આવ્યો. જેના કારણે ભારત પાછળ રહી ગયું. પરંતુ અમે દિલ્હીના સારા કામને રોકવા નહીં દઈએ.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 8:48 am, Fri, 19 August 22

Next Article