PUNJAB : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Capt Amarinder Singh) મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત સ્સાથે જ તેમણે મંગળવારે ભાજપમાં જોડાવાની અટકળોનો અંત લાવ્યો અને સ્પષતા કરી કે તેઓ નવેમ્બરમાં પોતાની પાર્ટીની જાહેરાત કરશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ વરિષ્ઠ નેતાઓને પ્રાધાન્ય આપશે જેઓ પોતાના પક્ષથી અલગ થઈ ગયા છે.
કોની સાથે કરશે ગઠબંધન ?
તેમણે એમ પણ કહ્યું છે કે તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ (Congress) સિવાયના કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરવાનો વિકલ્પ ખુલ્લો રાખશે. જો ભાજપ, અકાલી દળ અને અન્ય પક્ષોના નેતાઓ તેમના પક્ષમાં જોડાશે, તો આ રીતે એક નવું રાજકીય મંચ રાજ્યના લોકો માટે એક મજબૂત વિકલ્પ તરીકે રજૂ થશે, જે પંજાબને પણ નવી દિશા આપી શકશે.
‘I will not rest till I can secure the future of my people and my state. Punjab needs political stability and protection from internal & external threats. I promise my people I will do what it takes to ensure its peace and security, which is today at stake’: @capt_amarinder 3/3 https://t.co/HB4xYwYcKM
— Raveen Thukral (@RT_Media_Capt) October 19, 2021
ઉલ્લેખનીય છે કે ગયા મહિને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી હતી કે કેપ્ટન ભાજપ (BJP)માં જોડાઈ શકે છે. આ અટકળોને વધુ મજબૂતી મળી જ્યારે કેપ્ટને દિલ્હીની મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ (AMIT SHAH) સહિત ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી.
ચૂંટણી પહેલા અને પછી અન્ય પક્ષો સાથે ગઠબંધન કરશે
મંગળવારે કેપ્ટન તરફથી ભાજપ સાથે ગઠબંધનના સંકેતોએ ફરીથી નવા સમીકરણો પર ચર્ચા શરૂ કરી. કેપ્ટનનું કહેવું છે કે 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા પણ તેમનો પક્ષ રાજ્યમાં સંપૂર્ણપણે સક્રિય રહેશે. તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી નજીક આવતા જ નવા પક્ષના ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવશે. અન્ય પક્ષો સાથે ગઠબંધન અંગે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આવું ગઠબંધન ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી પણ થઇ શકે છે.
કૃષિ કાયદાઓનો ઉકેલ ટૂંક સમયમાં આવી જશે: કેપ્ટન
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ મંગળવારે બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. જોકે, અગાઉની મુલાકાતની જેમ આ વખતે પણ તેમની મુલાકાતને વ્યક્તિગત મુલાકાત તરીકે વર્ણવવામાં આવી રહી છે, પરંતુ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કેપ્ટને ત્રણ કૃષિ કાયદાઓનો ઉકેલ ટૂંક સમયમાં મળી જશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ પંજાબના રાજકારણમાં નવી અટકળો ઉભી થઇ છે. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ છેલ્લા એક મહિનામાં કેપ્ટનની દિલ્હીની આ ત્રીજી મુલાકાત છે.
આ પણ વાંચો : Uttarakhand Flood: ઉત્તરાખંડમાં અત્યાર સુધી 34 લોકોના મૃત્યુ, સૌથી વધુ નૈનીતાલમાં લોકોએ ગુમાવ્યો જીવ, જાણો તમામ વિગતો
આ પણ વાંચો : PM MODIએ કહ્યું, “ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નાગરિકોના મૃત્યુ થવાથી વ્યથિત છું, સૌની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું”