Cancelled Trains Today: દિલ્લીના ભારે વરસાદ વચ્ચે આજે ફરી ઘણી ટ્રેનો થઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લેજો આ યાદી

ઉત્તર રેલવેના સરહિંદ-નાંગલ ડેમ, ચંદીગઢ-સનેહવાલ, સહારનપુર -અંબાલા અને અંબાલા-દિલ્હી સેક્શનમાં ભારે વરસાદને કારણે સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત થઈ છે. આ ટ્રેનો સાથે, ઘણી વધુ એક્સપ્રેસ, મેલ અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે

Cancelled Trains Today: દિલ્લીના ભારે વરસાદ વચ્ચે આજે ફરી ઘણી ટ્રેનો થઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લેજો આ યાદી
Canceled Trains Today
| Edited By: | Updated on: Jul 15, 2023 | 12:15 PM

Cancelled Trains: દેશમાં વરસાદ બાદ હવે અનેક રાજ્યમાં પૂરનો કહેર યથાવત છે. વરસાદ બાદ હવે રેલવે ટ્રેક અને સ્ટેશનો પર પૂરના પાણી ફરી વળ્યા છે. જેના કારણે રેલ સેવા ખોરવાઈ રહી છે. 7 જુલાઈથી રેલવે દરરોજ ઘણી ટ્રેનો રદ કરી રહી છે. ત્યારે આજે પણ રેલવેએ 71 ટ્રેનો રદ કરી છે. સાથે જ કેટલાકના રૂટ પણ બદલવામાં આવ્યા છે. દિલ્હીમાં પૂરના પાણી અને યમુના ઓવરફ્લો થવાથી રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે.

ત્યારે આ પાણી ભરાઈ જવાના કારણે આ રૂટ પર વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. ત્યારે વારંવાર ટ્રેનો રદ થવાના કારણે સામાન્ય લોકો જેઓ આ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમે પણ આજે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો પહેલા ચેક કરો કે તમારી ટ્રેન પણ રદ થયેલી ટ્રેનોની યાદીમાં સામેલ છે કે નહીં…

આજે આ ટ્રેનો થઈ રદ્

  • ડિબ્રુગઢ-ચેન્નઈ એક્સપ્રેસ
  • ગુવાહાટી-ઉદયપુર સિટી એક્સપ્રેસ
  • કટિહાર-અમૃતસર એક્સપ્રેસ
  • ચંદીગઢ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
  • સમસ્તીપુર-અમદાવાદ એક્સપ્રેસ
  • જમ્મુ તાવી-ઉધના એક્સપ્રેસ
  • પટના-ડૉ. આંબેડકર નગર એક્સપ્રેસ
  • ઇન્દોર-શ્રી માતા વૈષ્ણો દેવી એક્સપ્રેસ
  • અજમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ

આ સાથે ઉત્તર રેલવેના સરહિંદ-નાંગલ ડેમ, ચંદીગઢ-સનેહવાલ, સહારનપુર -અંબાલા અને અંબાલા-દિલ્હી સેક્શનમાં ભારે વરસાદને કારણે સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત થઈ છે. આ ટ્રેનો સાથે, ઘણી વધુ એક્સપ્રેસ, મેલ અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. તમે IRCTC વેબસાઇટ IRCTC હેલ્પ પર જઈને આ રદ કરાયેલી ટ્રેનો વિશે માહિતી મેળવી શકો છો.

કેવી રીતે મેળવી શકો છો રિફંડ?

જો આ સમયે તમે  રેલવે ટિકિટ ઓનલાઈન બુક કરાવી દીધી હોય તો તમારે ચીંતા કરવાની કોઈ જરુર નથી રેલવે વિભાગ રિફન્ડની સુવિધા પુરી પાડે છે. ત્યારે તમે તો જો ટ્રેન કેન્સલ થાય છે, તો તમારી ટિકિટના પૈસા તેની જાતે જ તમારા ખાતામાં આવી જશે. રેલવે રિફંડ માટે 7-8 દિવસની અંદર રિફન્ડ પુરુ પાડી દેય છે પરંતુ સામાન્ય રીતે મોટાભાગના લોકોને 2-3 દિવસમાં રિફંડ મળી જાય છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો