સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ 3,887 કરોડ રૂપિયાના 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી

|

Mar 30, 2022 | 6:56 PM

સંરક્ષણ મંત્રાલયે (Ministry of Defence) બુધવારે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર્સ (Light Combat Helicopter) લિમિટેડ શ્રેણીના ઉત્પાદનની ખરીદીને મંજૂરી આપી છે.

સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ 3,887 કરોડ રૂપિયાના 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

સંરક્ષણ મંત્રાલયે (Ministry of Defence) બુધવારે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ (Cabinet Committee on Security) 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર્સ (Light Combat Helicopter) લિમિટેડ શ્રેણીના ઉત્પાદનની ખરીદીને મંજૂરી આપી છે. જેની કિંમત 3,887 કરોડ રૂપિયા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 377 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર લિમિટેડ સિરીઝ પ્રોડક્શન (LSP)એ સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ, વિકસિત અને ઉત્પાદિત અત્યાધુનિક આધુનિક કોમ્બેટ હેલિકોપ્ટર છે, જે લગભગ 45 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરે છે જે વધીને 55 ટકા થઈ ગયું છે.

ગયા વર્ષે નવેમ્બરમાં આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું ભરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સોંપ્યું હતું. આ એરક્રાફ્ટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ એરક્રાફ્ટ જમીનથી લઈને આકાશ સુધીના કોઈપણ ટાર્ગેટને નષ્ટ કરવામાં સક્ષમ છે. આ હેલિકોપ્ટરને ઘણી રીતે ખાસ કહેવામાં આવી રહ્યું છે. તેને દુનિયાનું સૌથી હલકું એટેક હેલિકોપ્ટર કહેવામાં આવી રહ્યું છે, જે 15 થી 16 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

HALએ 13 વર્ષની મહેનત બાદ તેને બનાવ્યું છે. તે હવાથી હવામાં અને હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલોથી પણ સજ્જ છે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરમાં 20 એમએમ ગન, 70 એમએમ રોકેટ છે. મિશન દરમિયાન, હેલિકોપ્ટરને 180 ડિગ્રી પર ઊભું કરી શકાય છે અથવા તેને ઊંધું પણ કરી શકાય છે. તેને હવામાં 360 ડિગ્રી પર પણ ફેરવી શકાય છે. આ હેલિકોપ્ટર કોઈપણ હવામાન અને રાત્રિના ઓપરેશન માટે સક્ષમ છે. તેનું વજન 6 ટન જણાવવામાં આવી રહ્યું છે.

લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર કેમ અલગ છે?

વર્ષ 1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન, ભારતને પ્રારંભિક તબક્કામાં દુશ્મનનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તે સમયે દુશ્મન ઉંચાઈ પર હતો. યુદ્ધ રાત્રે લડવામાં આવ્યું હતું અને સમગ્ર આયોજન દિવસ દરમિયાન કરવામાં આવ્યું હતું. દેશને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ન હોવાનો માર સહન કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: RBI Recruitment 2022: ભારતીય રિઝર્વ બેંક ઘણી જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: Maharashtra Schools: રજાઓ રદ થતાં નિરાશ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જો અભ્યાસક્રમ પૂરો નહીં થાય તો જ એપ્રિલમાં શાળાઓ રહેશે શરૂ

Next Article